Fri,26 April 2024,10:30 am
Print
header

બાલિકા વધૂની દાદી સા સુરેખા સીકરીનું નિધન, 3 વખત જીત્યો હતો નેશનલ એવોર્ડ

નવી દિલ્હીઃ જાણીતા ટીવી શો બાલિકા વધુ સહિત અનેક મોટા શો અને ફિલ્મોનો હિસ્સો રહી ચુકેલા અભિનેત્રી સુરેખા સીકરીનું 75 વર્ષની ઉંમરે અવસાન થયું છે. વહેલી સવારે હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું છે. સુરેખા સીકરીને થોડા સમય પહેલા બીજો બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો ત્યારથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. 

3 વખત નેશનલ એવોર્ડ જીતી ચુકેલા સુરેખા સીકરીના અવસાનથી બોલિવુડ અને ટીવી કોરિડોરમાં શોકની લહેર પ્રસરી છે. અનેક સેલેબ્સે સુરેખા સીકરીના અવસાનને લઈ દુખ વ્યક્ત કર્યું હતું. સીકરીના ચાહકો સહિત અનેક સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુરેખા સીકરીએ બાલિકા વધૂમાં દાદી સાનો રોલ ભજવ્યો હતો આ રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યાં હતા. 

સુરેખા સીકરીએ થિયેટર, ફિલ્મો અને ટીવીમાં કામ કર્યું છે. 1978માં પોલિટિકલ ડ્રામા ફિલ્મ કિસ્સા કુર્સીકાથી તેમણે ડેબ્યૂ કર્યુ હતુ.1988માં ફિલ્મ તમસ 1995માં મમ્મો અને 2018માં બધાઈ હો માટે બેસ્ટે સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. 1971માં સુરેખાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમને 1989માં સંગીત નાટક એકેડમી એવોર્ડ જીત્યો હતો. તેમના પિતા એરફોર્સમાં હતા અને માતા ટીચર હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch