Fri,26 April 2024,4:46 pm
Print
header

ફરીથી ગુજરાતમાં મળ્યું ડ્રગ્સ, વેરાવળમાં દરિયા કિનારેથી ડ્રગ્સના 16 પેકેટ મળ્યાં- gujarat post

ગીર સોમનાથઃ ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે, અગાઉ દરિયા કિનારેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળ્યાં બાદ ફરીથી આવી જ રીતે બિન વારસી ડ્રગ્સ મળી આવ્યું છે.હિરાકોટ બંદર પાસે આ ડ્રગ્સનો જથ્થો મળ્યો છે.અહીથી ડ્રગ્સના 16 પેકેટ મળી આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ચરસની કિંમત 4 કરોડ 50 લાખ રૂપિયા જેટલી થાય છે.

ગુજરાતમાં આવી રહ્યું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ

ગુજરાત પોલીસની સક્રિયાથી પકડાઇ રહ્યું છે ડ્રગ્સ

ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યાં 

હાલમાં SOGની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો દરિયામાંથી તનાઇને બહાર આવ્યો છે.અગાઉ કચ્છમાંથી આવી જ રીતે ડ્રગ્સ કિનારા પર આવ્યું હતુ, હવે ફરીથી ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.નોંધનિય છે કે ગુજરાતમાં થોડા જ સમયમાં હજારો કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે. મોટા ભાગનું ડ્રગ્સ પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતુ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch