વડોદરાઃ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા એક વર્ષના બાળક સહિત પરિવારનાં 5 સભ્યોનાં મોત થઇ ગયા છે. જ્યારે ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. આ બનાવને પગલે મકરપરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોનાં મોત થયા છે. બે ભાઈ અને બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. વડોદરાના આજવા રોડ પર આવેલા મધુનગરમાં આ પરિવાર રહેતો હતો.
આ પરિવાર મોડી રાતે સુરત તરફથી આવી રહ્યો હતો, તે સમયે હાઇવે પર રસ્તામાં ટ્રેલર પડ્યું હતું અને કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા કારના આગળના ભાગના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. પાંચ લોકોના મોતથી પરિવારના લોકો આક્રંદ કરી રહ્યાં છે.
મૃતકોમાં મયુરભાઈ પટેલ (ઉં.વ-30), પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉં.વ-34), ઉર્વશીબેન પટેલ (ઉં.વ-31), ભૂમિકાબેન પટેલ (ઉં.વ-28)
લવ પટેલ (ઉં.વ-1) નો સમાવેશ થાય છે. જ્યારે અસ્મિતા પટેલ (ઉં.વ-4) નો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
Breaking News: અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, 200 મુસાફરોના મોતની આશંકા | 2025-06-12 14:19:44
Acb ટ્રેપઃ મનરેગાના ટેક્નીકલ આસિસ્ટન્ટ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-05-31 21:54:26
Video: વડોદરામાં સોફિયા કુરેશીની બહેને પીએમ મોદીનું કર્યું સ્વાગત, રોડ શોમાં ઉમટ્યાં લોકો- Gujarat Post | 2025-05-26 11:07:44
Acb ની મોટી કાર્યવાહી, ફરિયાદીના રેકોર્ડિંગને આધારે વડોદરા મનપાના નાયબ કાર્યપાલ ઇજનેર સામે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગુનો દાખલ | 2025-05-23 20:44:08
મંત્રી બચુ ખાબડે તો ભાજપ અને રાજ્ય સરકારની બરોબરની આબરૂ કાઢી, મનરેગા કૌભાંડમાં હવે બીજા પુત્રની પણ ધરપકડ | 2025-05-19 13:26:19
Breaking News: મનરેગાના કરોડો રૂપિયાના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ | 2025-05-17 11:58:04