Sat,27 April 2024,1:21 am
Print
header

વડોદરા કન્ઝ્યુમર ફોરમનો મોટો નિર્ણય, મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેમમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી

વડોદરાઃ મેડિકલ ઇન્શ્યોરન્સને લગતા કેસમાં વડોદરા કન્ઝ્યુમર ફોરમે મોટો ચૂકાદો આપ્યો છે. ફોરમના જણાવ્યાં અનુસાર મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે જરૂરી નથી કે કોઇ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોય અથવા તેને 24 કલાક માટે પણ દાખલ કરવામાં આવે. ગ્રાહક ફોરમ તરફથી મેડિકલ ઈન્શ્યોરન્સ કંપનીને દર્દીને ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.  

વડોદરામાં રમેશચંદ્ર જોષીએ નેશનલ ઇન્શ્યોરન્સ કંપની સામે 2017માં કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. જોશીએ દાવો કર્યો હતો કે તેમની પત્નીને 2016 માં ડર્મેટોમાયોઝાઇટિસ થયો હતો અને તેમને અમદાવાદના લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.જોશીની પત્નીને સારવાર બાદ બીજા દિવસે રજા આપવામાં આવી હતી.  

આ પછી જોશીએ કંપનીને 44,468 રૂપિયાનું બિલ ચૂકવવાનું કહ્યું હતું. પરંતુ વીમા કંપનીએ જોશીના દાવાને નકારી કાઢ્યો હતો. તેની સામે જોષીએ કન્ઝયુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. વીમા કંપનીએ કલમ 3.15 ટાંકીને જોશીની અરજી નામંજૂર કરી હતી. કંપનીની દલીલ એવી હતી કે દર્દીને સતત 24 કલાક સુધી દાખલ કરવામાં આવ્યાં ન હતા.  

ત્યારબાદ જોશીએ તબીબી વીમા કંપની સામે ગ્રાહક મંચનો સંપર્ક કર્યો. તેમણે ફોરમ સમક્ષ તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની પત્નીને 24 નવેમ્બરના રોજ સાંજે 5.38 વાગ્યે દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યારે 25 નવેમ્બર, 2016ના રોજ સાંજે 6.30 વાગ્યે તેમને રજા આપવામાં આવી હતી. 

ફોરમે કહ્યું કે ભલે એવું માની લેવામાં આવે કે દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, તે તબીબી વીમા માટેના દાવાની હકદાર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch