Thu,02 May 2024,3:30 am
Print
header

Game Over...લખેલું ટી-શર્ટ પહેરીને સુરતમાં મેડિકલની વિધાર્થીનીએ કરી આત્મહત્યા

સુરતઃ જહાંગીરપુરા વિસ્તારમાં મેડિકલની વિદ્યાર્થિનીએ ગેમ ઓવર લખેલી ટી-શર્ટ પહેરીને ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. કિમમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ એટીકેટી આવવાને લઇને તણાવમાં આ પગલું ભર્યું હોવાની આશંકા છે. દીકરી ડોક્ટર બને તે પહેલાં જ મોત વ્હાલું કરતા પરિવાર શોકમાં ડૂૂબી ગયો છે.

જહાંગીરપુરા સ્થિત પટેલ નગરમાં રહેતી જાનવી દિલીપભાઇ પટેલ (ઉ.વ.20) કીમ ખાતેના અણીતા ગામમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી જાનવીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પરિવારના સભ્યો જાનવીને લટકતી જોઇને ધ્રુજી ઉઠ્યાં હતા. મૃતદેહને નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સબંધીઓના જણાવ્યાં અનુસાર જાનવી કોલેજમાં ઘરેથી અપડાઉન કરતી હતી. સોમવારે જ તેની કોલેજની ફી ભરી હતી.તેના પર છેલ્લા ઘણા સમયથી અભ્યાસનું ટેન્શન હતું. મૃતક જાનવીના પિતા દિલીપભાઇ પાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર છે અને માતા શિક્ષિકા છે. તેનો ભાઇ પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch