Fri,26 April 2024,5:10 pm
Print
header

સુરતઃ 75 લાખ રૂપિયાની હેરાફેરી, કોંગ્રેસ કનેકશન આવ્યું સામે- Gujarat Post News

સુરતઃ ગુજરાતમાં ચૂંટણી સમયે જ સુરતમાં ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.પકડાયેલા બે આરોપી પૈકી એક રાંદેરનો રહેવાશી ઉદય ગુર્જર કોંગ્રેસ સાથે સીધો સંકળાયેલો છે. રાજસ્થાન યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ઉદય ગુર્જરનું રાજસ્થાન સાથે કનેકશન સામે આવ્યું છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે તેના ફોટો સામે આંવ્યા છે. ઉદય અનેક જગ્યાઓએ Z+ સિક્યુરિટી વચ્ચે પણ દેખાયો છે. તે રાહુલ ગાંધીની સભાઓમાં પણ દેખાયો છે.

મોટી માત્રામાં રૂપિયા પકડાતા ઇડી અને ઇન્કમટેક્સ જેવી એજન્સીઓ આ કેસની તપાસમાં લાગી છે

મહિધરપુરા વિસ્તારમાં કારમાં 75 લાખ રૂપિયા મળ્યાં બાદ ફરાર થયેલા સંદીપને લઈને મોટો ખુલાસો થયો છે. તે AICC સેક્રેટરી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને સોનિયા ગાંધી સાથેની તસવીરો સામે આવી છે.ચૂંટણી સમયે રોકડ કે દારૂની ઘૂસણખોરી પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી લાખો રૂપિયાની રોકડ હાથ લાગતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કારમાં ત્રણ લોકો સવાર હતા જેમાંથી એક ભાગી ગયો હતો. કારમાંથી કોંગ્રેસના પાસ પણ મળી આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch