Fri,03 May 2024,9:04 pm
Print
header

નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post

સુરતઃ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણીનું નાટ્યાટમક રીતે ફોર્મ રદ્ થયું છે, હવે નિલેશ કુંભાણી (nilesh kumbhani) સંપર્કવિહોણા બનતાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યાં હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલાં બેનરો (posters) લગાવ્યાં હતાં.

નિલેશ કુંભાણીના સરથાણા (sarthana) વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસને (police) જાણ થતાં જ અહીં દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઝપાઝપીનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કોંગી નેતાઓએ જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં, સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે AAPએ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને (collector) લેખિત રજૂઆત કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તેવું જાણવા મળ્યું છે, સુરત શહેર કોંગ્રેસ ઉપ-પ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું કે ભાજપની લોકશાહી ખતમ કરવાની માટેની જે ઝુંબેશ ચાલી રહી છે એમાં સામ-દામ-દંડની નીતિ વાપરી કોઈપણ ભોગે સત્તા મેળવવાના ભાગરૂપે સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લોભ, લાલચ આપી હતી. નિલેશ કુંભાણી ભાજપના એક હિસ્સો બની ગયા હોય એમ લોકશાહીનું ખૂન થયું છે.

કોંગ્રેસ નેતા દિનેશ સાવલીયે જણાવ્યું કે લોકશાહી માટે તેને ગદ્દાર પણ કહી શકાય. આ નિલેશ કુંભાણી દલાલનો પણ દલાલ નીકળ્યો. નિલેશ કુંભાણીએ ષડ્યંત્ર રચ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે, તે જોતાં હવે કોંગ્રેસમાં તેનો વિરોધ સપાટી પર આવવાનો શરૂ થયો છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો, જેમની સરથાણા પોલીસે અટકાયત કરી છે.

ફોર્મ ભરવાથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ જોતાં એવું લાગી રહ્યું છે કે નિલેશ કુંભાણીએ ભાજપ સાથે ષડ્યંત્ર રચ્યું હતું, જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે લોકશાહીની હત્યા કરવાનું ષડ્યંત્ર નિલેશ કુંભાણીએ જ રચ્યું છે. તેનો માત્ર રાજકીય રીતે નહીં, પરંતુ સામાજિક રીતે પણ બહિષ્કાર થવો જોઈએ. અમે જ્યારે અહીં વિરોધ કરવા આવ્યા છીએ ત્યારે અમને સરથાણા પોલીસે ડિટેઇન કરી લીધા છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch