Fri,26 April 2024,1:11 pm
Print
header

CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ

અંદાજે 1 લાખ રૂપિયા પગાર લેનારો આ અધિકારી 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો 

સુરતઃ સેન્ટ્રલ જીએસટીમાં અધિકારીઓનો આતંક વધી રહ્યો છે, વેપારીઓને હેરાન કરનારા વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. ફરીયાદીએ ધંધો કરવા માટે જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવવા ઓનલાઇન અરજી કરી હતી, જેમાંં પુરાવાની ખરાઇ કરીને હકારાત્મક અભિપ્રાય આપવા માટે રૂપિયા 3,000 ની લાંચની માંગણી કરાઇ હતી. જેમાં 1500 રૂપિયા આપવાના નક્કિ કરાયા હતા, આરોપી સુપ્રિટેન્ડેન્ટ રંજીત કુમાર સાહ,  વર્ગ-2, સી.જી.એસ.ટી, રેન્જ-3 , ડિવિઝન-1, સેન્ટ્રલ જી.એસ.ટી અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરની કચેરી, લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીને આ મામલે જાણ કરી હતી.

ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, દિલ્હીગેટ, રીંગરોડ ફ્લાય ઓવર નીચે, શ્રી કૈલાસપતિ મહાદેવ મંદિરની બાજુમાં જ આરોપી અધિકારી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.આ આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ત્યારે આ ઓપરેશનથી અન્ય લાંચિયા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 

ટ્રેપીંગ અધિકારી
શ્રીમતી એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેકટર, (ફિલ્ડ) એ.સી.બી. સુરત એકમ
 
સુપરવિઝન અધિકારી
આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch