Sat,27 April 2024,4:52 am
Print
header

રાધનપુરના પૂર્વ ભાજપ મહામંત્રીએ પુત્ર સાથે મળીને એક કિશોરની કરી હત્યા, પિતાની નજર સામે દીકરાને માર્યાં છરીના ઘા- Gujarat Post News

ભાજપના પૂર્વ મહામંત્રી વાસુદેવ પંડ્યાના પુત્ર ભૌતિક પંડ્યાની હારીજથી પોલીસે કરી ધરપકડ 

કાંકરેજ તાલુકાના રતનપુરા (ઉણ) ગામના પરિવારના એકના એક દીકરાને પિતાની નજર સામે છરીના ઘા મારીને પતાવી દીધો

પાટણઃ રાધનપુરમાં ભાજપના પૂર્વ મહામંત્રી અને તેમના દિકરાએ એક કિશોરની હત્યા કરી છે. તેમની દીકરી સાથે ધોરણ- 11માં ભણતા 16 વર્ષીય મિતુલ સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનો વહેમ રાખીને હત્યા કરાઇ છે. રવિવારે મોડી સાંજે વારાહી રોડ પર આવેલા મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે મિતુલને છરીના ઘા મારીને કિશોરીના પિતા અને ભાઈએ ઘાયલ કર્યો હતો. તેને સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જો કે શરીરમાંથી લોહી વહી જતા તેનું મોત થઇ ગયું હતુ.પોલીસે આરોપી ભૌતિક પંડ્યાની હારીજથી ધરપકડ કરી લીધી છે.

કાંકરેજ તાલુકાના રતનપુરા (ઉણ)ના રમેશભાઈ શંકરભાઇ ડાભી(ઠાકોર)નો દીકરો મિતુલ આદર્શ હાઈસ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતો હતો. વાસુદેવભાઈ પંડ્યાની દીકરી પણ તેની સાથે ભણતી હતી. તેઓ બંને વચ્ચે આડા સબંધો હોવાનો વહેમ રાખીને ભૌતિક પંડ્યા અને તેના પિતા વાસુદેવ પંડ્યાએ રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ આ હત્યા કરી નાખી હતી.

બાઈક પર આવેલા વાસુદેવ પંડ્યા મિતુલને ખેંચીને ઝાડીમાં લઈ ગયા હતા, મિતુલે બૂમો પાડતાં દૂર ઉભેલા તેના પિતા રમેશભાઈ દોડતા આવી ગયા હતા પરંતુ ત્યા હાજર ભૌતિક અને તેના પિતાએ કિશોરને છરીના ઘા મારવાનું ચાલુ કરી દીધું હતુ અને એક લાચાર પિતા કંઇ જ કરી ન શક્યા.

રમેશભાઈ તાત્કાલિક તેમના દીકરા મિતુલને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ લઈ ગયા હતા.વધુ સારવાર માટે મિતુલને મહેસાણા ખસેડ્યો હતો. પરંતુ તેનું મોત થઇ ગયું હતુ.મિતુલના દાદા શંકરભાઇ માવાભાઇ ડાભીની ફરિયાદને આધારે પોલીસે આરોપી ભૌતિકને ઝડપી પાડ્યો છે, તેના પિતાની શોધખોળ ચાલું છે.

એફએસએલની ટીમે આવીને ઘટના સ્થળેથી લોહીના તેમજ અન્ય નમૂના એકઠા કર્યાં છે. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એફ.ચાવડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ કેસની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch