Fri,26 April 2024,11:08 pm
Print
header

કોંગ્રેસ પ્રિયંકાને ઉતારશે મેદાને, ગુજરાત ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધી આવશે ગુજરાતની મુલાકાતે- Gujarat Post

(ફાઇલ તસ્વીર)

ચૂંટણીની તારીખ જાહેર થવાના પહેલા રાજ્યમાં જામી રહ્યો છે માહોલ

મોદી અને શાહ પણ ગુજરાત પ્રવાસે આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પહેલાથી જ સક્રિય થઈ છે, હવે કોંગ્રેસે પણ કમર કસી લીધી છે. પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ થઈ રહી છે. મહિનાના અંતમાં પ્રિયંકા ગાંધી વડોદરામાં રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદમાં મહિલાઓને સંબોધન કરી શકે છે. ગરબા કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી પાંચ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે,પીએમ મોદી પાંચ દિવસમાં 12થી વધુ જનસભાઓ સંબોધશે અનેક વિકાસ કાર્યોની ગુજરાતને ભેટ આપશે. 

વડાપ્રધાન 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. તેઓ 9, 10 અને 11 ઓક્ટોબરના એમ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યાં છે. 5 દિવસમાં પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાઓ ગજવવાના છે.  9 ઓક્ટોબરે મોડાસાના પ્રવાસે આવશે.10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચ તો 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch