Sat,27 April 2024,8:10 am
Print
header

પઠાણ ફિલ્મનો વિરોધ હવે ગુજરાત સુધી પહોંચ્યો, લોક સાહિત્યકાર રાજભાએ કહ્યું આ હિંદુ સનાતન ધર્મનું અપમાન- Gujarat Post

શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રીલિઝ પહેલા વિવાદમાં ફસાઈ

ગીત રીલિઝ થયા બાદ વિવિધ રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મને લઈને વિવાદ છેડાયો

ગુજરાતમાં પણ આ વિવાદ વધી શકે છે

અમદાવાદઃ પઠાણ ફિલ્મનો વિરોધ હવે ગુજરાત સુધી પહોંચી ગયો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વિરોધ નોંધાવતા કહ્યું કે ફિલ્મમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. હાલમાં જ ફિલ્મનું ગીત 'બેશરમ રંગ..' રિલીઝ થયું હતું, હવે આ ગીતને કારણે જ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ગીતમાં શાહરૂખ અને દીપિકા વચ્ચેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણે ગીતમાં કેસરી રંગનો બીકિની ડ્રેસ પહેર્યો છે. જેને લઈને ભારે વિવાદ થયો છે. 

અનેક હિન્દુ સંગઠનો તેમજ સાધુઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કહ્યું કે બોલીવુડે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા 75 વર્ષમાં બોલિવૂડે આવું જ કર્યું છે. એટલા માટે આ ફિલ્મને ગુજરાતમાં ન ચાલવા દેવી જોઈએ.

ખાસ કરીને છેલ્લા બે દિવસથી વિરોધે જોર પકડ્યું છે.રીલીઝ થવા જઈ રહેલી પઠાણ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરાઇ છે. તાજેતરમાં રીલીઝ થયેલા આ ગીતમાં પઠાણ ફિલ્મમાં ભગવા રંગની બિકીની પહેરીને દીપિકા પાદુકોણે દેશના સંતોની આસ્થા અને ભગવા રંગને ઠેસ પહોંચાડી છે. તેમ તેઓ કહી રહ્યા છે. કેટલીક જગ્યાએ શાહરુખ ખાનના પૂતળા સળગાવવામાં આવ્યાં છે. અગાઉ અયોધ્યાના મહંતે ચીમકી આપતા કહ્યું હતુ કે આ ફિલ્મ જ્યાં રિલિઝ થાય ત્યાં આગ લગાવી દો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch