Fri,26 April 2024,3:07 pm
Print
header

રૂ.16,00,000 ની લાંચ, રાજ્યમાં બીજા એક સ્કૂલના આચાર્ય ACB ના હાથે ઝડપાયા- Gujarat Post

બનાસકાંઠાઃ થોડા સમય પહેલા સ્કૂલના આચાર્ય લાંચ લેતા ઝડપાયા હતા અને હવે ફરી એક વખત આવો જ બનાવ સામે આવ્યો છે, શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા, આચાર્ય, સર ભવાનીસિંહ વિદ્યાલય, દાંતા, વર્ગ-2 અને નરેશકુમાર કચરાલાલ જોષી, પટાવાળા (ફરજ મોકૂફ), જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરને લાંચ લેતા ઝડપી લેવાયા છે. આરોપીઓએ પાલનપુર સરકીટ હાઉસમાં 16 લાખ રૂપિયા પડાવ્યાં હતા.

ફરીયાદીના દીકરાને કલાર્ક તરીકે નોકરી આપવાના બહાને આ કામના આરોપી આચાર્યએ 16 લાખ રૂપિયા માંગ્યા હતા. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપેલી. આ ફરીયાદને  આધારે લાંચના છટકાનું આયોજન કરતા બંને આરોપીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. એસીબીએ આરોપીઓને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી જે.પી.સોલંકી, ઈન્ચા. પો.ઇન્સ. એસીબી પો.સ્ટે. પાલનપુર, સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભૂજ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch