Fri,26 April 2024,5:38 pm
Print
header

જૂનાગઢમાં BJP કોર્પોરેટરના પુત્રની કરતૂત, છરીના ઘા મારીને એક યુવકની હત્યા કરી નાખી- Gujaratpost

હત્યારો વોર્ડ નંબર 15 ના ભાજપ કોર્પોરેટર જીવા સોલંકીનો પુત્ર હરેશ સોલંકી

પીડિતને વધુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો

જૂનાગઢઃ રાત્રે શહેરમાં એક મોટો ખૂનીખેલ ખેલાયો હતો.જૂની અદાવતમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને રહેસી નાખ્યો છે. મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં મૃતક યુવાન લોહીલુહાણ હાલતમાં આવતો દેખાય છે. આંબેડકરનગરના ધરાનગરમાં રહેતાં જયેશ પાતર ઉર્ફે ચોલીનું મોડી રાત્રે મર્ડર કરાયું છે. ફરિયાદમાં જણાવ્યાં અનુસાર હત્યા કરનાર આરોપી શહેરના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીનો પુત્ર હરેશ સોલંકી છે. હત્યાની આ ઘટના સામે આવતા ધરાનગર વિસ્તારના કોલેજ રોડ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા.

આંબેડકરનગર કોમર્સ કોલેજની સામે રહેતો 29 વર્ષીય જયેશ પાતર મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જે મોડી રાત્રે 12:00 વાગ્યે પોતાના ઘરે હતો. ત્યારે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર જીવા સોલંકીનો પુત્ર હરેશ સોલંકી આવ્યો હતો અને છરીના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક જયેશ પાતરની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે, પોતાના પુત્ર જયેશને આરોપી હરેશ સાથે અગાઉ બોલાચાલી થઇ હતી. જેમાં હરેશે મોડી રાત્રે મારા પુત્રને છરીના ઘા મારી મારી નાખ્યો છે. હું જ્યારે નવરાત્રિમાં આરતી કરીને ઘરે જઇ રહી હતી ત્યારે મારો પુત્ર જયેશ પેટ પર હાથ રાખીને લોહીલુહાણ હાલતમાં સામે મળ્યો હતો. મને જોઇને જયેશે કહ્યું કે 108 બોલાવો મને જીવા સોલંકીના પુત્રએ છરીઓ મારી છે. મારા દીકરાની આવી હાલત જોઈને મે બુમાબુમ કરતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને જયેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આંબેડકરનગર વિસ્તારમાં હત્યાના સમાચાર ફેલાતા લોકોના ટોળેટોળા સિવિલ હોસ્પિટલમાં એકત્રિત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતકના ઘરની આસપાસના વિસ્તારના તેમજ રોડ પરના સીસીટીવી ફૂટેજ મેળવીને આ હત્યામાં એક કે તેથી વધુ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ ? તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch