Fri,26 April 2024,3:18 pm
Print
header

મોરબી પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના જયસુખ પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર, લોકોએ હાય હાયના લગાવ્યાં નારા

મોરબીઃ ઔરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે મોરબી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે, મોરબી પુલ દુર્ઘટનામાં  135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાં હતા. 27 જાન્યુઆરીએ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ આરોપી તરીકે હતુ, જેમાં તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું, હવે આરોપીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, મચ્છુ નદી પર બ્રિટીશ કાળના ઝુલતા પુલનું સંચાલન અને જાળવણી માટે અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) ને જવાબદાર અપાઇ હતી. આ લોકોની બેદરકારીને કારણે આ બ્રિજ તૂટી પડ્યો હતો.

પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ દિલીપ અગેચનિયાએ જણાવ્યું કે, જયસુખ પટેલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ)એમ જે ખાનની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ઝાલાએ સીજેએમ કોર્ટમાં દાખલ કરેલી 1200 પાનાની ચાર્જશીટમાં પટેલનો 10 માં આરોપી તરીકે ઉલ્લેખ કર્યો છે. અગાઉ ધરપકડના ડરથી આગોતરા જામીનની અરજી પણ કરી હતી.

સરકાર દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ ઓરેવા જૂથ દ્વારા સમારકામ અને જાળવણીમાં અનેક ગેરરીતિઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં એક સમયે પુલની મુલાકાત લેનારા લોકોની સંખ્યા મર્યાદીત ન કરવાનો પણ આરોપ છે. જેને કારણે પુલ પર આવતા-જતા લોકોની સંખ્યા પર કોઈ પ્રતિબંધ ન હતો અને વધારે લોકો આ પુલ પર પહોંચી જતા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch