Fri,26 April 2024,11:26 pm
Print
header

ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરે આચાર સંહિતાનો કર્યો ભંગ, સંતવાણી કાર્યક્રમમાં ઉડાવ્યાં રૂપિયા- Gujarat Post News

રાધનપુર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. બધી જ પાર્ટીઓનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે, દરમિયાન રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાંતલપુરના વારાહી ગામે સંતવાણી કાર્યક્રમમાં લવિંગજીએ નોટોનો વરસાદ કર્યો હતો. જે ચૂંટણી આચાર સહિતાનો ભંગ છે.

સંતવાણી કાર્યક્રમમાં લ્હાવો લેતા લવિંગજીએ પૈસા ઉડાવ્યાં હતા. લવીંગજી ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરતા ફરી નજરે પડ્યા હતા. ભાજપ ઉમેદવાર લવિંગજીએ ખુદ પોતાના ફેસબુક પેજમાં વીડિયો અપલોડ કર્યો છે. લવીંગજી ચૂંટણી આચાર સહિતા ભૂલી નોટોનો વરસાદ કરતા જોવા મળ્યાં હતા. જેને લઈને ચૂંટણી પંચ હવે શું કાર્યવાહી કરશે તેના પર નજર રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch