Fri,26 April 2024,8:30 pm
Print
header

ગુજરાત અને દેશમાં કોરોનાનો થયો છે વિસ્ફોટ, કોવિડ-19થી બચવા અજમાવો આ ઘરેલું નુસખા

અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. ગુજરાતમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. જ્યારે દેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 81 હજારથી વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે.આ સ્થિતિમાં અમે તમને કોરોનાથી બચવા કેવા ઘરેલુ નુસખા અજમાવી શકાય તે જણાવી રહ્યાં છીએ.
તુલસી: તુલસી એક શ્રેષ્ઠ ઔષધીય જડી બુટી પૈકીની એક છે. આ ઔષધિમાં ચમત્કારિક ગુણધર્મો છે. તુલસીનું સેવન કરવાથી તમે ચેપ, ખાંસી, શરદી અને અન્ય વાયરલ સંક્રમણથી બચી શકો છો.તુલસી તેના એન્ટી વાયરલ ગુણધર્મો માટે જાણીતી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસીનું સેવન રોજ કરવું જોઇએ.દરરોજ 4 થી 5 તુલસીના પાન ખાલી પેટે ખાવા જોઈએ.
લસણઃ લસણ હૃદય રોગ, હાઈ કોલેસ્ટરોલ અને શરદી અને ફ્લૂ સહિત અનેક પ્રકારની તબીબી સમસ્યાઓમાં મદદ કરી શકે છે. લસણ સંક્રમણ સામે લડવા અને રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિને વધારવા લસણનો દૈનિક વપરાશ કરવો જોઈએ.
મરીઃ મરીને શરદી-ખાંસીમાં લાભદાયક માનવામાં આવે છે. તેમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ મળી આ છે. મરી, આદુ, લીંબુ, હળદરનો ઉકાળો પીવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે.

હળદરઃ હળદરના સેવનથી શરીરને અનેક લાભ થાય છે. તેનાથી શરદી અને ખાંસીના કારણે થતી બેચેનીમાં રાહત મળે છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આદુઃ પ્રાચીન કાળથી લોકો રસોઈ અને દવાઓમાં આદુનો ઉપયોગ કરે છે. પેટમાં દુખાવો સહિત અનેક સમસ્યાઓ માટે તે એકસીર ઈલાજ છે. આદુમાં રહેલા એન્ટીઓકિસડન્ટ અને અન્ય પોષક તત્વો સંધિવા, બળતરા અને વિવિધ પ્રકારના સંક્રમણને રોકવા અથવા તેની સારવાર કરવામાં મદદ કરી શકે છે.
અજમોઃ અજમાના સેવનથી ગેસથી રાહત મળે છે. વજન ઘટાડવા પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમો એન્ટીફંગલ ગુણોથી ભરપૂર છે. અજમાના સેવનથી ઈમ્યુનિટીને મજબૂત બનાવી શકાય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch