Fri,26 April 2024,11:48 am
Print
header

ગુણાતીત ચરણ સ્વામીની આત્મહત્યા મુદ્દે પોલીસે સંતોને પૂછ્યાં આ સવાલો- Gujarat Post

(ગુણાતીત ચરણ સ્વામીની સંદિગ્ધ આત્મહત્યા મુદ્દે નિવેદન નોંધવાતા સંતો)

વડોદરાઃ સોખડા હરિધામ મંદિરના સ્વામી ગુણાતીત ચરણજીની કથિત આત્મહત્યા મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસપી રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા, તાલુકા પોલીસે ત્રણેયને નોટિસ પાઠવીને જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતા. એસપી રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે. એસપીએ સંતોને પૂછ્યું કે આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી ? આત્મહત્યાની કયા કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલી ન હતી ?

આ સવાલનો સંતો અને સેક્રેટરીએ જવાબ આપ્યો હતો કે સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ કરી ન હતી. ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં હોવાની માહિતી પોલીસને આપી હતી. જિલ્લા પોલીસ વડાએ આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણને સોંપી છે.

હરિધામમાં રહેતા 69 વર્ષીય ગુણાતીત ચરણ સ્વામીએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હરિધામના વહિવટદારો આપઘાતની ઘટના પોલીસથી છુપાવીને અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યાં હતા. ત્યારે જ પોલીસ પહોંચી ગઇ હતી,  મૃતદેહનો કબ્જો લઇને એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાતા ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch