40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડવાની આગાહી
અમદાવાદઃ માવઠાના મારમાંથી ખેડૂતો ઉભર્યાં નથી ત્યાં ફરી હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 16 અને 17 માર્ચે કમોસમી વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ પડશે, જ્યારે ગીર-સોમનાથ, દાહોદમાં પણ માવઠું થઈ શકે છે.
રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોને કારણે વાતાવરણ પલટાશે, બીજી બાજુ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી છે. રાજ્યના અમુક ભાગોમાં માવાઠાની વકી છે. 16 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ રવી પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો લણણી કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ખેડૂતોને નુકસાન થઈ શકે છે. જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઝડપથી ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ- Gujarat Post | 2023-03-28 11:53:36
પાટીલનો હુંકાર, આ વખતે પણ લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની જ છે, સાથે જ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ | 2023-03-26 17:38:53
અરવલ્લીઃ બાયડના તેનપુરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું | 2023-03-21 07:03:48
હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેતરોમાં બગડી રહ્યાં છે ઉભા પાક | 2023-03-20 18:36:28