Fri,26 April 2024,3:52 pm
Print
header

અરવિંદ કેજરીવાલનો હુંકાર, સુરતમાં 12માંથી 7 બેઠકો પર આપનો થશે વિજય- Gujarat Post

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આપના વડા અરવિંદ કેજરીવાલ મતદારોને રિઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના પદાધિકારી મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલો થયો હતો, તેમને માથામાં વાગતા ટાંકા આવ્યા હતા, ભગવાનની મૂર્તિ સામે તેમનું માથું ફોડી નાખ્યું તેમનો શું વાંક હતો.

આ આપણા દેશની સંસ્કૃતિ નથી, આ હિન્દુ સંસ્કૃતિ નથી, આ ગુજરાતની સંસ્કૃતિ નથી. ગુજરાતની  જનતાને આ વાતની જાણ થઇ રહી છે, તેઓ ખૂબ જ ગુસ્સામાં અને બહુ નારાજ છે. આ લોકોની ગુંડાગર્દી હવે એટલી વધી રહી છે કે આ લોકો દરેક જગ્યાએ લોકોનેે અને આપના કાર્યકરોને ડરાવે છે. જ્યારે તમે હારી રહ્યાં છો ત્યારે તમે આ પ્રકારનો હુમલો કરો છો. ભાજપને હારની ચિંતા સતાવી રહી છે. અત્યાર સુધી તમે કોંગ્રેસ સાથે આવા વ્યવહાર કરતા હતા પરંતુ અમે કોંગ્રેસ નથી,અમે માનીએ છીએ કે સરદાર પટેલ ડરતા નથી, અમે સ્પર્ધા કરીશું.

"હું જનતાને કહેવા માંગુ છું કે આપણે બધાએ ધીરજ રાખવાની જરૂર છે હજુ તેઓ વધુ હુમલા કરશે, આમ આદમી પાર્ટીમાં ખૂબ નાના લોકો છે, તેમને સંભાળવું પડશે. જે લોકો આમ આદમી પાર્ટીના પક્ષમાં બોલે છે તેમના પર હુમલો કરવામાં આવે છે. આ લોકો મીડિયાને ડરાવે છે. આમ આદમી પાર્ટીના લોકોને ડિબેટમાં બોલાવવા નહીં અને તેમનો કોઈ કાર્યક્રમ બતાવવો નહીં. આજે હું સાંજે સુરત જઈશ અને ગણપતિ બાપ્પાની મહા આરતીમાં હાજરી આપીશ. સુરતના તમામ લોકોએ ત્યાં આવવું જોઈએ.

કેજરીવાલે કહ્યું કે મનોજ સોરઠિયા પર હુમલો થયો છે, સુરતના લોકો ખુબ જ ગુસ્સામાં છે, અમે સુરતમાં સર્વે કરાવ્યો છે.આપ 12માંથી 7 બેઠકો જીતી રહી છે. રાજ્ય પરિવહનના ડ્રાઇવર અને કંડક્ટરોનો આભાર, તાજેતરમાં ભાજપની રેલી યોજાઇ હતી, ત્યાં પરત ફરતી વખતે તમામ ડ્રાઇવરો અને કંડકટરોએ લોકોને આ વખતે આમ આદમી પાર્ટીને મત આપવા જણાવ્યું હતું. સરકાર બનતાની સાથે જ હું સ્ટેટ ટ્રાન્સપોર્ટના લોકોની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવીશ. અમે પોલીસકર્મીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. સરકારે તેમને ગ્રેડ પે આપવાની જગ્યાએ ભથ્થાં વધારવાની લોલીપોલ આપી.

હું પોલીસના તમામ સાથીઓને કહેવા માંગુ છું કે કોઇ એફિડેવીટ પર કોઈએ સહીં કરવી નહીંં, ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે તમારી બધી માંગણીઓ સ્વીકારીશું અને કોઈ શરત નહીં લગાવીએ, તમે આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરતા રહો. મેં હમણાં જ સાંભળ્યું છે કે ભાજપવાળાઓએ ત્રણ- ચાર પ્રધાનોની સમિતિ બનાવી છે, જે જુદા જુદા વર્ગોને મળીને તેમની સમસ્યાનું સમાધાન કરવાની વાતો કરે છે. 27 વર્ષ સુધી તેમણે કોઈના માટે કંઇ જ કર્યું નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch