Fri,26 April 2024,5:54 pm
Print
header

ગુજરાતમાં ફરી વાવાઝોડા સાથે વરસાદની આગાહી, નવરાત્રિમાં ખેલૈયાઓ થઇ શકે છે હેરાન- Gujarat Post

ગીર સોમનાથ- અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી 

વલસાડ- દમણમાં ભારે વરસાદ પડી શકે છે. 

અમદાવાદઃ ગુજરાતમાં હજુ થોડો વરસાદ રહેશે.પરંતુ કચ્છ જેવા વિસ્તારોમાં ચોમાસું વિદાય લઇ શકે છે. ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે થોડા માઠા સમાચાર મળી રહ્યાં છે.હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં આ દિવસોમાં વરસાદ પડી શકે છે.

વિદાય લેતા પહેલા મેઘરાજા ગુજરાતને ધમરોળી શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રિના દિવસોમાં સામાન્ય વરસાદ આવશે તો ખેલૈયાઓએ પરેશાન થવું પડશે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિના સમય દરમિયાન વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવારણ સૂકું રહેશે.ગીર સોમનાથ- અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહીંવત છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch