Tue,14 May 2024,1:46 pm
Print
header

નકલી સરકારી ઓફિસો અને કરોડોની ગ્રાન્ટનું કૌભાંડ, ગુજરાતના પૂર્વ IAS અધિકારી બી.ડી. નિનામાની ધરપકડ

દાહોદઃ ગ્રાન્ટ કૌભાંડમાં ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારીની  ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે સિંચાઈ સંબંધિત પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે બનાવટી ઓફિસો દ્વારા રૂ. 18.59 કરોડની સરકારી ગ્રાન્ટના કૌભાંડનો આરોપ છે.

છોટા ઉદેપુરમાં પણ કૌભાંડનો મામલો સામે આવ્યો

છોટા ઉદેપુર જિલ્લામાં પણ આવા કૌભાંડનો પર્દાફાશ એક મહિના પછી થયો છે, જ્યાં સિંચાઈ પ્રોજેક્ટ્સ માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની બનાવટી ઑફિસ શરૂ કરીને રૂ. 4.16 કરોડની સરકારી ગ્રાન્ટની ઉચાપત કરવામાં આવી છે.

હવે પૂર્વ IAS ની ધરપકડ કરાઇ, પહેલા પણ થઇ છે અનેકની ધરપકડ

ફેબ્રુઆરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા પૂર્વ IAS અધિકારી બી.ડી. નિનામાની દાહોદ પોલીસે કૌભાંડ કરવા અને અન્ય આરોપીઓને મદદ કરવા બદલ ધરપકડ કરી છે. તે દરમિયાન તેઓ રાજ્ય સરકારની આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હતા.

અગાઉ દાહોદ પોલીસે કૌભાંડી સંદીપ રાજપૂત અને તેના સાથી અંકિત સુથારની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર રાજપૂતે દાહોદમાં સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરનાં નામે 18.59 કરોડની સરકારી ગ્રાન્ટ મેળવવા માટે છ નકલી ઓફિસો ઉભી કરી હતી. આ માટેની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. હજુ આ કેસમાં અનેક લોકોની ધરપકડની શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch