Thu,12 June 2025,6:38 pm
Print
header

રાજ્યમાં આજથી માવઠાની આગાહી, 5 દિવસ બાદ ફરી ગરમી વધશેઃ હવામાન વિભાગ- Gujarat Post

  • Published By
  • 2024-05-12 10:06:44
  • /

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે  ગુજરાત સહિત દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, આસામ, કેરલ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તો પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ઉત્તર પ્રદેશથી આસામ અને મરાઠાવાડથી કર્ણાટક, કેરલ સુધી ટ્રોફ સહિતની સિસ્ટમ સક્રિય થતા દેશભરમાં વરસાદની આગાહી થઈ છે. જેમાં ગુજરાતમાં અસહ્ય ગરમીની સાથે માવઠાંની આગાહી કરાઇ છે.

હવામાન વિભાગ મુજબ, આજે સુરત, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ડાંગ, તાપી, નર્મદા, નવસારી જિલ્લામાં માવઠું થઇ શકે છે.13 તારીખે ડાંગ,નવસારી,વલસાડ, દીવ-દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં માવઠાંની આગાહી છે.

14 તારીખે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં, 15 તારીખના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં માવઠાંની આગાહી છે. તા.16, 17 ના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.18 મે ના રોજ ગરમીનો પારો 46 ડિગ્રીને પાર થઈ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch