Sat,27 July 2024,11:29 am
Print
header

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન, કેન્સરની ચાલતી હતી સારવાર- Gujarat Post

પટનાઃ બિહારમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો રહેલા દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદીનું કેન્સરથી મોત થયું છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુશીલ મોદીનું સોમવારે રાત્રે દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ 72 વર્ષના હતા. ગયા મહિનાની 3 તારીખે તેમણે કેન્સર હોવાની માહિતી આપ્યાં બાદ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સુશીલ મોદી ગળાના કેન્સરથી પીડિત હતા. તેમની દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં સારવાર ચાલી રહી હતી.

સુશીલ કુમાર મોદીએ 3 એપ્રિલના રોજ જાહેર જીવન માટે પોતાનો છેલ્લો સંદેશ આપ્યો હતો. તેમને સોશિયલ મીડિયા પર લખ્યું - "હું છેલ્લા છ મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં. મેં બધું કહી દીધું છે. વડાપ્રધાન દેશ, બિહાર હંમેશા કૃતજ્ઞ અને હંમેશા પાર્ટીને સમર્પિત. આ લખ્યા બાદ જ્યારે સુશીલ મોદી બિહાર આવ્યાં ત્યારે એરપોર્ટ પર તેમની હાલત જોઈને તેમના સમર્થકો ચોંકી ગયા હતા. ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ તેમને ઘરે મળવા આવ્યાં તો તેમના પરિવારના સભ્યોએ તેમનો ફોટો લેવાની ના પાડી દીધી.

સુશીલ મોદી, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ જેપી ચળવળ પછી ઉભરેલા ત્રિપુટી તરીકે જાણીતા હતા. સુશીલ મોદી શરૂઆતથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. 1971માં સુશીલ મોદીએ વિદ્યાર્થી રાજકારણથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, યુવા નેતા તરીકેની તેમની ઓળખ યુનિવર્સિટી દ્વારા રાજ્યના રાજકારણમાં પહોંચી હતી. વર્ષ 1990માં સુશીલ વિધાનસભાની ચૂંટણી લડ્યાં અને જીત્યા અને ધારાસભ્ય બન્યા. આ પછી બિહારની રાજનીતિમાં તેમનું કદ વધતું ગયું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch