Mon,20 May 2024,9:20 pm
Print
header

વિધાનસભા ચૂંટણી પહેલા વધુ 12 IPS અધિકારીઓની બદલી, મુકેશ પટેલને CID ક્રાઈમમાં DIGની જવાબદારી મળી- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે, તે પહેલા જ રાજ્ય સરકારે 12 આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે. મુકેશ પટેલને સીઆઇડી ક્રાઇમમાં ડીઆઇજી બનાવાયા છે. અશ્વિન ચૌહાણ, કાનન દેસાઈ, ઉષા રાડા, એન.એન.ચૌધરી, રાજન સુસરા સહિતના અધિકારીઓની બદલી કરાઇ છે. 

એ.જી.ચૌહાણને સ્ટેટ પોલીસ એકેડમી કરાઈમાં જવાબદારી આપવામાં આવી છે. આર.ટી.સુસરાને હજીરામાં મરિન ટાસ્કફોર્સના SP બનાવાયા છે. ઉષા રાડાને SRP ગ્રુપ 11ની જવાબદારી મળી છે. પિનાકિન પરમારને સુરતના DCP ઝોન 3ની જવાબદારી મળી છે. બળદેવસિંહ વાઘેલાને અમદાવાદ શહેર ટ્રાફિકમાં DCPની જવાબદારી મળી છે. હેતલ પટેલને સુરત સ્પેશિયલ બ્રાંચના DCP બનાવાયા છે. કોમલ વ્યાસને અમદાવાદ કંટ્રોલ રૂમમાં જવાબદારી સોંપવામાં આવી છે. ભક્તિ ઠાકર સુરત ઝોન-1ના નવા DCP બન્યાં છે.કાનન દેસાઈને પણ નવી જવાબદારી મળી છે. 

થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે બદલીઓને લઇને રાજ્ય સરકારને ફટકાર આપી હતી, તેમ છંતા ચૂંટણીની નજીકની તારીખો પહેલા આ બદલીઓ કરવામાં આવી છે. અગાઉ આઇએએસ અધિકારીઓની પણ મોટાપાયે બદલીઓ કરાઇ હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch