Mon,20 May 2024,8:12 pm
Print
header

ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા જ સરકારની ખેડૂતોને ભેટ, રૂ.630 કરોડનું રાહત પેકજ કર્યું જાહેર- gujarat post

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવામાં થોડો જ સમય બાકી છે ત્યારે ભાજપ દ્વારા એક પછી એક જાહેરાતો કરાઇ રહી છે, પહેલા સરકારી કર્મચારીઓ માટે જાહેરાતો કરાઇ,હવે ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરાઇ છે, પાક નિષ્ફળ ગયો હોય તેવા ખેડૂતો માટે 630 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યની ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને આ ભેટ આપી છે.  

ગુજરાતના 14 જિલ્લાઓમાં પાક નિષ્ફળ ગયો હતો અને હવે 8 લાખ ખેડૂતોને આ રકમ ચૂકવવાનો સરકારે નિર્ણય કર્યો છે. કમોસમી વરસાદને કારણે 14 જિલ્લાઓના 2500 થી લધુ ગામડાઓમાં પાક નિષ્ફળ ગયો હતો અને મોટું નુકસાન થયું હતુ, જેની સામે સરકારે આ રાહત આપી છે.

નવસારી, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડામાં પાક નિષ્ફળ ગયો હતો, અહીના ખેડૂતોને સરકારે રાહત પેકેજ આપવાનું જાહેર કર્યું છે. કેળના પાક માટે હેક્ટર દીઠ રૂ.30 હજારની સહાય મળશે. જ્યારે અન્ય પાકો માટે હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય મળશે. જે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હશે. ખેડૂતોએ જમીનના 7-12 ના ઉતારા સહિતના ડોક્યુમેન્ટ સાથે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તેઓ વધુ માહિતી માટે ગ્રામ પંચાયતનો પણ સંપર્ક કરી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch