Mon,20 May 2024,10:44 pm
Print
header

Breaking News- ગુજરાત ચૂંટણીની તારીખો થઇ જાહેર, 1 અને 5 ડિસેમ્બરે મતદાન- Gujarat Post News

ચૂંટણીની તારીખો જાહેર થતા જ આંચાર સહિતા લાગુ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન (1 ડિસેમ્બર)

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન (5 ડિસેમ્બર)

182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી 

ગાંધીનગરઃ ગુજરાત ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, ચૂંટણીપંચે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ ભાજપ અને કોંગ્રેસમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે, ગાંધીનગર કમલમ ખાતે અમિત શાહ સહિતના નેતાઓ બેઠક કરી રહ્યાં છે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા

- 1 ડિસેમ્બર, 5 ડિસેમ્બરે બે તબક્કાઓમાં ગુજરાતમાં મતદાન
- 8 ડિસેમ્બરે પરિણામ થશે જાહેર થશે
- ગુજરાતમાં 4 કરોડ 90 લાખ મતદારોઃ ચૂંટણી પંચ
- 51,782 મતદાન કેન્દ્રો કરાશે તૈયાર 
- ગુજરાતમાં 3.24 લાખ નવા મતદારો ઉમેરાયા 
- મતદાન મથકે પીવાનું પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રૂમની સુવિધાઓ અપાશે
- સિનિયર સિટિઝનો, દિવ્યાંગો માટે વધારાની સુવિધાઓ હશે
- 1274 વિશેષ મહિલા મતદાન મથકો
- મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
- દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો 
- જનરલ કેટેગરીમાં આ વખતે 142 બેઠકો
- અનુસૂચિત જાતિની કેટેગરીમાં 13 બેઠક
- અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક
- આ વખત મતદાનની ગતિવિધીઓ પર સોશિયલ મીડિયાની ટીમો પણ રાખશે નજર 

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch