Fri,26 April 2024,4:09 pm
Print
header

આજે ગુજરાતમાં મોદી 4 મોટી જનસભાઓને કરશે સંબોધિત, જાણો પુરો આજનો કાર્યક્રમ- Gujarat Post News

અમદાવાદઃ મિશન ગુજરાતમાં ચૂંટણીમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ચાર રેલી કરશે.મોદી આજે પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં રેલી કરશે. તેમણે અત્યાર સુધીમાં ગુજરાતમાં 20 રેલીઓ કરી છે અને ભાજપના ચૂંટણી કેલેન્ડર મુજબ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન  મોદી કુલ 51 રેલીઓ કરશે, એટલે કે, વડાપ્રધાન મોદી ચૂંટણી દરમિયાન ગુજરાતની અનેક મુલાકાતો કરશે અને ગુજરાતમાં ભાજપના 150 પ્લસના લક્ષ્યાંકને હાંસલ કરવામાં તેમની ભૂમિકા નિભાવશે.

મોદી સવારે 11 વાગ્યે પાલનપુરમાં જનસભાને સંબોધશે, બપોરે 1 વાગે મોડાસામાં રહેશે.તેઓ બપોરે 2.30 વાગ્યે દહેગામમાં રેલી કરશે અને આજે સાંજે 4 વાગ્યે અમદાવાદ બાવળા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર માટે જનસભાને સંબોધન કરશે. આજે ગુજરાતના જે વિસ્તારોમાં વડાપ્રધાન રેલી કરવાના છે તે ભાજપની રણનીતિની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. ભાજપના વોર રૂમમાં બેઠેલા રણનીતિકારોએ તે બેઠકો પર પીએમની રેલી રાખી છે જ્યાં ગત ચૂંટણીમાં ભાજપ હાર્યું હતુ અથવા તો નજીવા મતોથી જીત થઇ હતી.

પાલનપુર વિધાનસભા મતવિસ્તાર

10 વર્ષ પહેલા ભાજપનો ગઢ ગણાતી ગુજરાત વિધાનસભાની એક બેઠક પાલનપુર છે, પરંતુ અહીં છેલ્લી બે ચૂંટણીઓથી કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યાં છે. 2017ની ચૂંટણીમાં મહેશકુ પટેલે ભાજપના લાલજી પ્રજાપતિને 17,500 મતોથી હરાવ્યા હતા. 2012માં કોંગ્રેસે ભાજપને હરાવીને આ બેઠક પર જીત મેળવી હતી. જો કે 2012 પહેલા આ સીટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં હતી. આ જ કારણે ભાજપ આ ચૂંટણીમાં પાલનપુર વિધાનસભા બેઠક પર કબ્જો કરવા માંગે છે.

મોડાસા વિધાનસભા મતવિસ્તાર

મોદીની બીજી રેલી બપોરે 1 વાગ્યે મોડાસામાં છે. મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર હોવા છતાં મોડાસા વિધાનસભા બેઠક છેલ્લી બે ચૂંટણીઓને બાદ કરતાં 1995થી સતત ભાજપ પાસે હતી,2012 અને 2017માં કોંગ્રેસે તેના પર કબ્જો જમાવ્યો હતો. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરે ભાજપના પરાર ભીખુસિંહને 2000થી પણ ઓછા મતોથી હરાવ્યાં હતા. 2012માં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરની જીત થઈ હતી, તેથી સવાલ એ છે કે શું મોદીની રેલી ગત ચૂંટણીના આ નાના અંતરને દૂર કરી શકશે કે નહીં. કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી પણ સ્પર્ધામાં છે.

દહેગામ વિધાનસભા મતવિસ્તાર

મોદીની આજે ત્રીજી રેલી ગાંધીનગર જિલ્લાના દહેગામમાં છે. આ બેઠક પર ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ જીતતી રહી છે. વર્ષ 2017માં ભાજપના બલરાજસિંહ ચૌહાણે કોંગ્રેસના કામિનીબા રાઠોડને જંગી અંતરથી હરાવ્યાં હતા, 2012માં કામિનીબા રાઠોડે ભાજપના ઉમેદવાર રોહિતજી ઠાકોરને હરાવ્યાં હતા અને આ વખતે આમ આદમી પાર્ટી પણ આ બેઠક પરથી મેદાનમાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch