Thu,02 May 2024,7:37 am
Print
header

ગાંધીધામમાં બેંકના એટીએમના રૂ. 2.13 કરોડ ભરેલી વાન લઇને લૂંટારૂ ભાગી ગયો.....ફિલ્મી ઢબે પોલીસે કર્યું આ કામ

પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

કંપનીના કર્મચારીઓની સંડોવણી આવી સામે

ગાંધીધામઃ ATM માટેના રૂપિયા 2.13 કરોડની લૂંટનો પ્રયાસ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીધામમાં રૂપિયા 2.13 કરોડના ડબ્બા સાથેની ATM કેશ વાન લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. ગાંધીધામની એક સરકારી બેંકના ATMમાં રોકડ જમા કરાવવા ગયેલી કેશ વાન પૈસા લઈને ગુમ થઈ ગઈ હતી. સવારે બેંકના એટીએમમાં ​​પૈસા જમા કરાવવા આવેલા ડ્રાઈવર અને ગાર્ડ બેંકના એટીએમની બહાર ચા પીવા નીચે ઉતર્યાં કે તરત જ કોઈ અજાણ્યો શખ્સ રૂ.2 કરોડની રોકડ ભરેલી વાન લઈને ભાગી ગયો હતો.

ATM કેશ વાન રિકવર

બેંકના કર્મચારીના જણાવ્યાં અનુસાર સવારે ચા પીવા માટે બેંક એટીએમની બહાર કેશ વાન પાર્ક કર્યાં બાદ ડ્રાઈવર અને ગાર્ડ નીચે ઉતર્યાં ત્યારે એક અજાણ્યો વ્યક્તિ કેશ વાન લઈને ભાગી ગયો હતો. પોલીસને બાતમી મળતાં જ પોલીસે પીછો કર્યો હતો અને પકડાઈ જવાના ડરથી કેશ વાન લઈને ભાગી ગયેલો વ્યક્તિ કેશ વાનને રસ્તાની વચ્ચે છોડીને ભાગી ગયો હતો. પોલીસે એટીએમ કેશ વાન જપ્ત કરી લીધી છે અને તમામ પૈસા સુરક્ષિત છે.

પોલીસની તકેદારીથી પૈસાની લૂંટ થતી અટકી ગઇ

વાહન ગુમ થયાની પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક એલર્ટ પર કેશ વાનનો પીછો કર્યો હતો. પોલીસને જોઈને તે શખ્સ કેશ વાન વાહન છોડીને ભાગી ગયો હતો.

કંપનીના સ્ટાફની સંડોવણી, 6 લોકો ઝડપાયા

એટીએમ કેશ વાન મળી આવી છે અને આ લૂંટમાં છ આરોપીઓ ઝડપાયા છે, જેમાંથી કેટલાક કંપની સાથે જોડાયેલા છે અને તેમને અન્ય લોકો સાથે મળીને આ ષડયંત્ર રચ્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch