Tue,30 April 2024,1:29 am
Print
header

મોદી સરકાર સામે આંદોલન ઉગ્ર બની રહ્યું છે....ખેડૂત સંગઠનો આજે કાળો દિવસ ઉજવી રહ્યાં છે

ચંદીગઢ: સંયુક્ત કિસાન મોરચા જેવા સંગઠનો (SKM) આજે કાળો દિવસ મનાવી રહ્યાં છે. સંયુક્ત કિસાન મોરચાએ દેશના લોકોને ઘરો અને વાહનો પર કાળા ઝંડા લગાવવાની અપીલ કરી છે. બુધવારે હરિયાણા પોલીસ અને પંજાબના ખેડૂતો વચ્ચેની અથડામણમાં ખેડૂત શુભકરણ સિંહ (ઉ.વ-21)નું મોત થયું હતું. જેના વિરોધમાં આજે ખેડૂત સંગઠનો કાળો દિવસ મનાવી રહ્યાં છે. એસકેએમએ કહ્યું છે કે ખેડૂતો 26 ફેબ્રુઆરીએ તમામ હાઇવે પર ટ્રેક્ટર માર્ચ કાઢશે અને 14 માર્ચે દિલ્હીમાં મહાપંચાયત યોજશે.

હરિયાણા પોલીસ ખેડૂત નેતાઓ સામે કાર્યવાહી કરી શકે છે

ખેડૂતોના આંદોલનમાં હંગામા પછી હરિયાણા પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. NSA હેઠળ ખેડૂત સંગઠનોના અધિકારીઓને નજરકેદમાં રાખવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકારી સંપત્તિના નુકસાનની ભરપાઈ કરવા માટે આંદોલનકારીઓની મિલકતો જપ્ત કરવામાં આવશે અને બેંક ખાતા જપ્ત કરવામાં આવશે.

કેસ નોંધવાની માંગ

એસકેએમના નેતા બલબીર સિંહ રાજેવાલેને જણાવ્યું કે ખનૌરી સરહદ પર એક ખેડૂતના મોતના સંબંધમાં હત્યાનો કેસ નોંધવો જોઈએ અને તેના પરિવારને 1 કરોડ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે. ભટિંડા જિલ્લાના શુભકરણ સિંહને સંગરુર-જીંદ બોર્ડર પર ખનૌરીથી હોસ્પિટલમાં મૃતદેહ લઈ જવામાં આવ્યાં હતા. ખનૌરી બોર્ડર પર પોલીસ સાથેની અથડામણમાં તેમનું મોત થયું છે. આ અથડામણમાં 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

ખેડૂત સંગઠનોએ બેઠક યોજી હતી

SKMએ ગુરુવારે શંભુ અને ખનૌરી બોર્ડર પર પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ઘણા SKM નેતાઓએ ભાગ લીધો હતો. ‘દિલ્લી ચલો’ ના નારા હેઠળ હજારો ખેડૂતો અહીં પડાવ નાખી રહ્યાં છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા (KMM) ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પાક અને કૃષિ લોનના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. દિલ્હી ચલો કૂચનું નેતૃત્વ ખેડૂતના મોત બાદ બુધવારે ખેડૂત આગેવાનોએ બે દિવસ માટે પદયાત્રા અટકાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ તેમનો આગામી કાર્યક્રમ પણ નક્કિ કરશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch