Mon,29 April 2024,9:55 am
Print
header

Fact Check News:મોહમ્મદ સિરાજે પાકિસ્તાન સામેની જીત ઇઝરાયલને સમર્પિત નથી કરી, હકીકત તો આ છે....

Fact Check News: જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે ત્યારે તેની સાથે જોડાયેલા ફેક ન્યૂઝ પણ સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરે પર જોરદાર વાયરલ થઇ જાય છે. સામાન્ય લોકો સરળતાથી આ ફેક ન્યૂઝનો શિકાર પણ બની જાય છે. લોકોને આવા ફેક ન્યૂઝથી સાવધાન કરવા માટે અમે ગુજરાતપોસ્ટ ન્યૂઝનું ફેક્ટ ચેક લાવ્યાં છીએ.

ફેક ન્યૂઝનો આ મામલો ODI વર્લ્ડકપ સાથે જોડાયેલો છે. પાકિસ્તાન પર ભારતની જીત બાદ બોલર મોહમ્મદ સિરાજના નામે ઈઝરાયેલનું સમર્થન કરતી ખોટી ટ્વિટ વાયરલ થઈ રહી છે. આવો જાણીએ શું છે આ દાવાની સત્યતા. આવા દાવા કરનારા લોકો સિરાજ નામના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી ટ્વિટના સ્ક્રીનશોટ શેર કરી રહ્યાં છે. ટ્વીટમાં શનિવારે અમદાવાદમાં રમાયેલી ભારત-પાક મેચની તસવીરો છે અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, “આ ઈઝરાયેલના અમારા ભાઈઓ અને બહેનો માટે છે”. ઇઝરાયેલ અને પેલિસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા જોરદાર સંઘર્ષ વચ્ચે આ ફેક ન્યૂઝ પણ વાઇરલ થઇ રહ્યાં છે.

Fact Check News: શું છે સમગ્ર મામલો ?

ODI વર્લ્ડકપ 2023માં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે મોટી જીત નોંધાવી હતી. ભારતીય બોલર મોહમ્મદ સિરાજે મેચમાં 2 મહત્વની વિકેટ લીધી હતી. આ જીત પછી, મોહમ્મદ સિરાજના નામે એક X હેન્ડલ સાથે એક ટ્વીટ કરવામાં આવ્યું, જેમાં ભારતની આ જીત ઇઝરાયેલને સમર્પિત કરવામાં આવી હતી. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. આ પહેલા પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પણ શ્રીલંકા સામેની જીત ગાઝાને સમર્પિત કરી હતી.

Fact Check News: દાવો શું ચાલી રહ્યો છે ?

હમાસ દ્વારા ઈઝરાયેલ પર આતંકવાદી હુમલો અને અનેક લોકોની હત્યા બાદ ઈઝરાયેલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો છે. આ અંગે X પર મોહમ્મદ સિરાજ નામના હેન્ડલથી પાકિસ્તાન પર ભારતની જીત ઇઝરાયેલને સમર્પિત કરવામાં આવી. આ ટ્વીટને હજારો લાઈક્સ અને રીપોસ્ટ મળ્યાં. અન્ય એક યુઝર બાલાએ આવી જ એક પોસ્ટ શેર કરી અને લખ્યું -"આ મોહમ્મદ સિરાજ છે, એક દેશભક્ત ભારતીય મુસ્લિમ અને નરેન્દ્ર મોદીનો પ્રશંસક. તેણે પોતાનું શાનદાર પ્રદર્શન ઈઝરાયેલને સમર્પિત કર્યું. સિરાજે કહ્યું, તે ઈઝરાયલ સાથે ઉભો છે. દરેક ભારતીય ઇઝરાયેલને સમર્થન આપવું જોઈએ કારણ કે આ ભારતનું સત્તાવાર વલણ છે.

Fact Check News: અમે અમારા ફેક્ટ ચેકમાં આ દાવાની તપાસ કરી

મોહમ્મદ સિરાજના નામની આ ટ્વીટને હજારો લાઈક્સ અને શેર મળી રહ્યાં હોવાથી અમે તેની તપાસ કરવાનો પ્રયાસ કર્યો. સૌ પ્રથમ અમે મોહમ્મદ સિરાજ નામનું આ એક્સ હેન્ડલ ચેક કર્યું. તેણે તેના બાયોમાં પોતાને પેરોડી એકાઉન્ટ તરીકે વર્ણવ્યું છે. જ્યારે અમે તેની પ્રોફાઈલ તપાસી, તો અમને ઈઝરાયેલને સમર્પિત વિજય સંબંધિત ઘણી અન્ય પોસ્ટ પણ મળી.

આ પછી ગુગલ ઓપન સર્ચની મદદથી અમને સિરાજના ઇઝરાયેલને સમર્થનના સમાચાર મળ્યાં. જો કે, એવો કોઈ દાવો ક્યાંય જોવા મળ્યો નથી કે જ્યાં સિરાજે ઈઝરાયેલને સમર્થન આપવાની વાત કરી હોય.

Fact Check News: આવી રીતે સત્ય બહાર આવ્યું

જ્યારે અમને સિરાજના ઇઝરાયેલને સમર્થન આપવાના વિશ્વાસનીય સમાચાર ક્યાંય ન મળ્યાં, ત્યારે અમને આખરે સિરાજની સત્તાવાર X પ્રોફાઇલ @mdsirajofficial મળી. સિરાજે પાકિસ્તાન પર ભારતની જીત પછી પોસ્ટ કરી છે, પરંતુ આ જીત ઇઝરાયેલને સમર્પિત કરવા વિશે બિલકુલ નથી. આ સિવાય અમને સિરાજના એક્સ હેન્ડલ પર ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સંબંધિત કોઈ ટ્વિટ મળ્યું નથી. આ માત્ર ફેક ન્યૂઝ હતા અને અહીં ઇઝરાયેલને સમર્થનની વાત માત્ર લોકોએ ફેલાવેલી અફવા હતી.

અમારી ફેક્ટ ચેક તપાસમાં શું મળ્યું ?

ફેક્ટ ચેકથી જાણવા મળ્યું કે ઈઝરાયેલને ભારતની જીત સમર્પિત કરતી ટ્વીટ મોહમ્મદ સિરાજે નહીં પરંતુ તેના પેરોડી એકાઉન્ટ દ્વારા કરવામાં આવી હતી. સિરાજે ઈઝરાયેલને સમર્થન આપ્યું છે તે વાત તદ્દન ખોટી છે. યુઝર્સને આવી પોસ્ટથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch