Thu,02 May 2024,5:54 am
Print
header

વડોદરામાં રાત્રિ બીફોર નવરાત્રિમાં તબીબને આવ્યો હાર્ટએટેક, જાતે ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી- Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો)

વડોદરાઃ રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ પહેલા અનેક શહેરોમાં રાત્રિ બીફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં રાત્રિ બીફોર નવરાત્રિમાં ગરબા રમતા તબીબને હાર્ટ એટેક આવ્યો હતો. 41 વર્ષના તબીબને 20 મિનીટ ગરબા બાદ દુખાવો શરૂ થયો હતો. સ્થિતિ બગડતા તબીબ ગરબા છોડીને બાજુમાં બેસી ગયા હતા. જે બાદ તબીબે જાતે કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તબીબને બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં ખસેડી ત્યાં એન્જીઓપ્લાસ્ટિક કરાઈ હતી.

નવરાત્રીમાં એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવી પડશે

વધી રહ્યાં છે હાર્ટએટેકના કિસ્સાઓ

રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગને જાણ કરવી પડશે. તંત્ર દ્વારા આ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

નવરાત્રિ દરમિયાન દરેક જગ્યાએ 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે. દરેક ગરબા સ્થળોએ મેડિકલ ટીમ હાજર રહેશે, ગરબાના આયોજકોએ આરોગ્યના પોઈન્ટ ઉભા કરવાના રહેશે. ગરબા આયોજકોએ મેડિકલ કીટ પણ રાખવી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં PHC, CHC સ્ટાફને એલર્ટ રખાશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch