Fri,26 April 2024,12:39 pm
Print
header

ધંધુકા બગોદરા રોડ પર ભયાનક અકસ્માત, બાળકો સહિત 5 લોકોનાં મોત- gujarat post

અમદાવાદઃ ધંધુકા બગોદરા હાઇવે પર હરિપુરા ગામ પાટિયા પાસે ગમખ્તવાર અકસ્માત થયો છે,  કાર અને ટ્રક વચ્ચેના આ અકસ્માતમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ સહિત કુલ 5 લોકોનાં મોત થઇ ગયા છે.આ તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રક અને કાર વચ્ચે ટક્કર 

એક જ પરિવારના 5 સભ્યોના મોત

પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે 

લોકોએ મુસાફરોને બચાવવાનો કર્યો હતો પ્રયાસ 

રાતના સમયે કાર સાથે ટ્રકની ટક્કર થતા કારના કુચ્ચેકૂચ્ચા ઉડી ગયા છે, તેમાં સવાર 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે, સ્થાનિક લોકોએ આવીને કારમાંથી બધાને બહાર કાઢીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, 108 પણ બોલાવી લેવામાં આવી હતી, પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમને બચાવી શક્યા ન હતા.

પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે,પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો અમદાવાદના છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.અને રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch