Thu,02 May 2024,5:33 am
Print
header

વધુ એક લવ જેહાદ, ભરૂચના ચાવજ ગામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું

ભરૂચઃ ચાવજ ગામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું, યુવકે ઈન્સ્ટાગ્રામ પર આર્ય પટેલ નામ રાખીને હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને મંદિરે લઈ જઈ ફોટા પડાવ્યાં હતા. યુવકે યુવતી પાસે રૂપિયા 50 હજારની માંગણી પણ કરી હતી. જો રૂપિયા નહીં આપે તો આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી, બાદમાં યુવતી સચ્ચાઇ ખબર પડતા તેને આરોપી આદિલ સામે દુષ્કર્મ, છેડતી, ખંડણી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર હિંદુ નામ રાખીને આઈડી બનાવ્યું હતું. યુવકનો સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થયો હતો. યુવક પોતે પરણીત હોવાની માહિતી છુપાવી હતી. આ હકીકતની યુવતીને જાણ થતા યુવતીએ ભરૂચ એસપીને જાણ કરતા મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી.

ભરૂચથી નજીક એક ગામમાં રહેતી યુવતી નોકરી માટે ભરૂચ આવતી હતી. યુવતીને સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામનાં યુવક સાથે મુલાકાત થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને બાદમાં પ્રેમમાં પરિણમી હતી. થોડા સમય બાદ યુવતીને ખબર પડી કે આર્યનું સાચુ નામ આદીલ છે. બાદમાં તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch