Thu,02 May 2024,7:35 am
Print
header

ACB ટ્રેપઃ ગુજરાતમાં આવો કિસ્સો પહેલો હશે, ગામના સરપંચ સહિતના પરિવારના 4 સભ્યો લાંચ લેતા પકડાઇ ગયા

બનાસકાંઠાઃ એસીબીએ વધુ એક લાંચિયા સરપંચને ઝડપી પાડ્યાં છે, આ વખતે આખો પરિવાર જ લાંચ લેતા ઝડપાઇ ગયો છે. ગીતાબેન દેહળાજી સોલંકી, સરપંચ, છત્રાલા ગ્રામ પંચાયત તાલુકો- ડીસા, દેહળાજી મોબતાજી સોલંકી, સરપંચના પતિ, વિક્રમસિંહ દેહળાજી સોલંકી, સરપંચનો દીકરો, જયપાલસિંહ શાંતિજી સોલંકી, સરપંચનો ભત્રીજો, કુલ 4 લોકોને એસીબીએ 40 હજાર રૂપિયાની લાંચ સાથે ઝડપી પાડ્યાં છે.

એસીબીએ સરપંચના ઘરમાં જ કરી ટ્રેપ

ફરિયાદીએ છત્રાલા ગ્રામ પંચાયતનું સી.સી.રોડનું રૂ. 5,00,000 નું કામ પુરું કર્યું હતુ, જેના બિલનાં નાણાંનો ચેક ફરિયાદી લેવા જતા આરોપી ગીતાબેન દેહળાજી સોલંકી, સરપંચ, છત્રાલા ગ્રામ પંચાયત, આરોપી દેહળાજી મોબતાજી સોલંકી, સરપંચના પતિ, આરોપી વિક્રમસિંહ દેહળાજી સોલંકી, સરપંચના દીકરાએ ભેગા મળીને લાંચ માંગી હતી.

ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું, જેમાં સરપંચ ગીતાબેનની હાજરીમાં તેમના વતી આરોપી દેહળાજીએ લાંચના નાણાં સ્વીકાર્યાં અને અન્ય આરોપીએ આ લાંચના રૂપિયા પેન્ટમાં છુપાવી દીધા હતા, જો કે એસીબીએ આ રકમ શોધીને આરોપીઓને ઝડપી લીધા છે.

ટ્રેપિંગ અધિકારીઃ એન.એ.ચૌધરી, પો.ઈન્સ,
બનાસકાંઠા એ.સી.બી.પો.સ્ટે, પાલનપુર

સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch