Tue,21 May 2024,3:36 am
Print
header

આખરે GPCB ના ભ્રષ્ટાચારી એ.વી.શાહ સામે ACB ની મોટી કાર્યવાહી, ગુજરાત પોસ્ટ ન્યૂઝનો વર્ષ 2019 નો આ અહેવાલ સાચો પડ્યો

અમેરિકામાં કરોડો રૂપિયા રોક્યાં હોવાની ચર્ચાઓ !

 

મહેશ આર પટેલ, એડિટર 

વર્ષ 2019ની સ્ટોરીનો સ્ક્રીન શોટ ઉપર મુકેલો છે

ગુજરાત પોસ્ટ ન્યૂઝે વર્ષ 2019 માં પ્રસિદ્ધ કરેલો રિપોર્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો

GPCB ના સભ્ય સચિવ માટે એ.વી.શાહનું નામ મોખરે, શાહ પર ભ્રષ્ટાચારનાં આરોપ | Gujarat Post

ગાંધીનગરઃ આખરે જીપીસીપીના સૌથી મોટા ભ્રષ્ટ અધિકારી એ.વી.શાહ સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી છે, તેમની સામે આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ કરાયો છે. આ ક્લાસ-2 અધિકારી સામે 3.50 કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ કરાયો છે. મહત્વના પુરાવા એસીબીના હાથે લાગ્યા પછી શાહ સામેે આ કાર્યવાહી કરાઇ છે.

GPCBના ક્લાસ-2 અધિકારી અનિલ વસંતલાલ શાહે બનાવ્યાં કરોડો રૂપિયા !

પ્રદુષણના નામે અનેક કંપનીઓને દમ મારીને પડાવ્યાં હતા નાણાં !

આ અધિકારીને થોડા સમય પહેલા જ જીપીસીબી, ગાંધીનગર ઓફિસથી હટાવી દેવામાં આવ્યાં હતા, તેમના અમદાવાદના ઘરે પર એસીબીએ તપાસ કરી હોવાનું ચર્ચાયું હતુ, તેઓ તેમના વિભાગની બાબતમાં સરકાર સામે કોર્ટમાં ગયા છે અને હવે ભ્રષ્ટાચારથી ભેગી કરેલી તેમની મિલકતો ઝડપાઇ છે. આવક કરતા 98.07% ની અપ્રમાણસર મિલકતો એસીબીએ ઝડપી પાડી છે.

ACB ની SIT ની તપાસમાં સામે આવી વિગતો

આ અધિકારીએ રૂ.3,57,04,320 રૂપિયાની મિલકતો વસાવી 

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત તેમની સામે ગુનો નોંધાયો છે, આ મિલકતો તેમના નજીકના લોકોના નામે વસાવીને રાખી છે. જેના પુરાવા એસીબીને હાથ લાગ્યા હતા.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં શાહે હાહાકાર મચાવી દીધો હતો, તેઓ જ્યારે અંકલેશ્વરમાં નોકરી કરતા હતા, ત્યારે પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો. તેમને થોડા સમય પહેલા જ સભ્ય સચિવ પદેથી દૂર કરીને પોરબંદરમાં સિનિયર એન્વાયર્મેન્ટ એન્જીનિયર તરીકે મુકાયા હતા. જો કે હાલમાં સામે આવેલો તેમનો ભ્રષ્ટાચારનો આંકડો ઘણો ઓછો છે, તેમને ભેગા કરેલા કરોડો રૂપિયાને લઇને મોટા ખુલાસા થઇ શકે છે.

ગુજરાત પોસ્ટ ન્યૂઝે 2019 માં જ છાપ્યો હતો અહેવાલ 

ગુજરાત પોસ્ટ ન્યૂઝે અગાઉ જ અહેવાલ છાપ્યો હતો કે આ અધિકારીને સભ્ય સચિવ બનાવવામાં આવશે તો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે, અને તે જ પ્રમાણે થયું, સભ્ય સચિવની ખુરશી મળતા જ ચારે બાજુથી રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું, અંકલેશ્વર-ભરૂચમાં કંપનીઓ પાસેથી 10 કરોડ રૂપિયા ઉઘરાવવામાં મામલે પણ વિભાગે તપાસ શરૂ કરી હતી. અનેક કંપનીઓને પ્રદુષણના નામે દબાવીને રૂપિયા પડાવવામાં આવ્યાં હતા, તેમની વિરૂદ્ધ અનેક ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. હવે આ અધિકારી પર એસીબીનો સકંજો કસાયો છે. જો તમારી પાસે પણ આ અધિકારીને લગતી માહિતી હોય તો તમે પણ એસીબીને મદદ કરી શકો છો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch