વડોદરાઃ એક પિકઅપ વાનનું ટાયર ફાટવાને કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માત રાજ્ય હાઈવે પર કોટંબી ગામ પાસે બની હતી. આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથધરી હતી.
જરોદ પોલીસના જણાવ્યાં અનુસાર પીકઅપ વાન મધ્ય પ્રદેશથી મજૂરોને લઈને વડોદરા જઈ રહી હતી. આ અકસ્માત વડોદરા-હાલોલ રોડ પર કોટંબી ગામ પાસે થયો હતો. જ્યાં પિકઅપ વાનના પાછળનું ટાયર ફાટ્યું હતું, ત્યારબાદ વાન રસ્તાની બાજુના નાળામાં પડી હતી. ત્રણ બાળકો અને 35 વર્ષના એક વ્યક્તિ સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ઘાયલ 8 લોકોને વડોદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
મૃતકોમાં માધુભાઇ મંજીભાઇ ડામોર (ઉ.વ-35), પંકજ માધુભાઇ ડામોર (ઉ.વ-9), મહિતા માધુભાઇ ડામોર (ઉ.વ-7), પ્રવિણ માધુભાઇ ડામોર (ઉ.વ-5) નો સમાવેશ થાય છે. એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોતથી માતમ છવાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
અમદાવાદઃ તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડી અને હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પ્લાનનો પર્દાફાશ | 2024-12-07 09:43:57
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
ગુજરાતમાં 13 નકલી ડોક્ટર ઝડપાયા, રૂ. 75 હજારમાં નકલી ડિગ્રી આપવાની આ રમત 2002થી ચાલી રહી હતી | 2024-12-06 12:14:34
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59
વડોદરાના તત્કાલીન DSP કરણરાજ વાઘેલા સહિત 5 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ | 2024-11-29 11:53:38
વડોદરા તપન પરમાર હત્યા કેસઃ પોલીસ કમિશનરે PI, PSI સહિત 10 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ | 2024-11-25 09:46:43
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા, માતાએ કહ્યું- આરોપીને ફાંસી આપો પછી મારા દીકરાની લાશ લઇશું | 2024-11-18 17:47:23
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
વડોદરા પી વી મુરજાણી આત્મહત્યા કેસઃ માનેલી પુત્રી અને તેની માતાનો ફોન સ્વીચ ઑફ, બંનેને શોધવા પોલીસ કામે લાગી- Gujarat Post | 2024-11-11 10:39:13