(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
જમાલકુડુ સોંગ પર ડાન્સ કરતો હતો યુવક
પોલીસે વીડિયોને લઇને આરોપીની કરી ધરપકડ
વડોદરાઃ રાજ્યમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને લોકો એનિમલ મુવીના બોબી દેઓલના સીન પાછળ પાગલ થઇ રહ્યાં છે, સોશિયલ મીડિયામાં અનેક લોકો ફિલ્મી સ્ટાઇલમાં માથા પર દારૂની બોટલ કે દારૂનો ગ્લાસ કે તેના જેવી વસ્તુઓ મૂકીને ડાન્સ કરી રહ્યાં હોવાના વીડિયો તમે જોયા જ હશે, આવી રિલ્સ વાયરલ થઇ રહી છે, હવે વડોદરાના કિશનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સમયે એક યુવક માથા પર દારૂની બોટલ મૂકીને નાચી રહ્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડયો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં લગ્ન પ્રસંગમાં કેટલાક યુવકો મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યાં હતા. દરમિયાન એક યુવક માથા પર દારૂની અડધી બોટલ મૂકીને ડાન્સ કરતો હતો. થોડીવાર પછી અન્ય યુવક આવીને માથા પર મૂકેલી દારૂની બોટલ લઇને જતો રહે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઇએ ઉતાર્યો હતો અને પછી તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વારસિયા પોલીસ એક્શનમાં આવી હતી. વીડિયોને આધારે પોલીસે તપાસ શરૂ કરીને દારૂની બોટલ માથા પર મૂકીને ઝૂમતા વિશાલ કહારને ઝડપી પાડી હતો, તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ છે. આ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે આવા વીડિયો બનાવનારાઓએ સાવધાન થઇ જવું જોઇએ નહીં તો પોલીસ તેમની સામે પણ કાર્યવાહી કરશે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
રૂ. 20 કરોડના ચમત્કારિક સુલેમાની પથ્થરના નામ જોરદાર છેતરપિંડી, લાઇવ ડેમો વીડિયોમાં ચમત્કાર પણ બતાવ્યો ! | 2026-06-11 20:43:53
વેબ સિરીઝમાંથી છેતરપિંડીનો ખેલ શીખ્યા, વડોદરામાંથી નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું | 2026-06-08 09:04:25
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતા દાખલ | 2026-06-02 15:55:32
અમદાવાદમાં રાતે ગાજવીજ સાથે વરસાદ, દાહોદમાં સ્માર્ટ સિટીનું મહાકાય સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 નાં મોત | 2026-06-02 08:57:07
વડોદરામાં રેલવેના ટીટીની શરમજનક કરતૂત: ડ્રેસ પોતાના સગાને પહોંચાડવા આવેલી યુવતી સાથે કરી અશ્લિલ હરકતો | 2026-05-30 17:01:31