સિક્યુરિટી ગાર્ડ તરીકે પિતાની જગ્યાએ ફરજ પર ગયેલો પુત્ર ટિફિન ખોલીને જમવાની તૈયારી કરતો હતો ત્યાં જ આવ્યો હાર્ટએટેક
વડોદરાઃ ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોનાં હાર્ટએટેકથી મોત થયા છે. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં માળી મહોલ્લામાં રહેતા 56 વર્ષના દિનેશભાઇ રામાભાઇ માળી ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો થતાં તેઓને જમનાબાઇ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.
ગોરવા વિસ્તારમાં લક્ષ્મીપુરા રોડ પર સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતા 30 વર્ષીય દેવેન્દ્ર ભાઇલાલભાઇ મકવાણાના પિતા બીમાર હોવાથી તેના પિતાના સ્થાને ગત રાત્રે ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવવા ગયા હતા. લગભગ 9.30 વાગ્યે તે ટિફિન ખોલીને જમવાની તૈયારી કરતા હતા. તે સમયે જ અચાનક બેભાન થઇને ઢળી પડ્યાં હતા.ફરજ પરના અન્ય લોકો દેવેન્દ્રને રીક્ષા મારફતે તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.
ખોડિયારનગર નજીક વિશ્વકર્મા મંદિર પાસે આવેલા લક્ષ્મીનગરમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના 42 વર્ષીય હરિશચંદ્ર અમરપાલ યાદવ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા. અગાઉ તે સંજયનગરમાં રહેતા હતા, પરંતુ સંજયનગર તુટતા તે લક્ષ્મીનગરમાં રહેવા આવ્યાં હતા. જ્યારે તેની પત્ની અને બાળકો જોનપુર પરત જતા રહ્યાં હતા. હરિશચંદ્રને બેચેની લાગતા ડોક્ટર પાસેથી દવા લઇને ઘરે આવ્યાં હતા. દરમિયાન તેમને છાતીમાં દુખાવો થતા તેઓ ઢળી પડ્યાં હતા. તેમને હોસ્પિટલ લઇ જવાયા હતાં જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા, આમ કલાકોમાં જ ત્રણ લોકોના હાર્ટએટેકથી જીવ ગયા છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
વરસાદથી રસ્તાઓની દુર્દશા...વડોદરામાં જીપ પર પોસ્ટર્સ લગાવીને કરાયો વિરોધ | 2025-07-07 14:29:58
વડોદરા કલેકટરે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા, જાણો શું છે મામલો- Gujarat Post | 2025-07-01 09:32:16
વડોદરા: માતાના આડાસંબંધોની આશંકામાં પુત્રએ યુવકની હત્યા કરી - Gujarat Post | 2025-06-23 10:00:05