Thu,02 May 2024,5:20 am
Print
header

વડોદરામાં બે દિવસ બાદ થવાના હતા પુત્રના લગ્ન, પિતાનું હાર્ટ એટેકથી મોત થતાં ખુશીનો માહોલ માતમમાં પલટાયો- Gujarat Post

વડોદરાઃ ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં દીકરાના લગ્નના બે દિવસ પહેલા જ પિતાનું હાર્ટ એટેકથી મોત થતા  ખુશીનો માહોલ શોકમાં છવાઇ ગયો હતો.

વડોદરા શહેરના નવા યાર્ડ લાલપુરા વિસ્તારમાં રહેતા મગનભાઈ સોલંકીના પુત્ર નિખિલ સોલંકીના લગ્ન બે દિવસ બાદ હતા. અચાનક તેમના પિતા મગનભાઈ સોલંકીને છાતીમાં ગભરામણ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા હતા, ત્યારે રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું. જેને લઈને માતમ છવાઈ ગયો હતો.

સ્થાનિકોનાં જણાવ્યાં મુજબ, નવા યાર્ડ વિસ્તારના લાલપુરાના રહેવાસી મગનભાઈ સોલંકી છેલ્લા કેટલાક દિવસથી લગ્નની  તૈયારી કરી રહ્યાં હતા. સફાઈની કામગીરી હોય કે અન્ય કામગીરી માટે અમારો સંપર્ક કરતા હતા. સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના દુઃખદ સમાચાર મળતા લગ્ન પ્રસંગની ખુશી શોકમાં પલટાઇ ગઇ હતી.નોંધનિય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં હાર્ટએટેકના કેસ વધી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch