Fri,26 April 2024,3:54 pm
Print
header

અમદાવાદ, અમરેલી સહિત રાજ્યના અનેક શહેરોમાં માવઠું- Gujarat Post

અમદાવાદઃ હવામાન વિભાગે ઠંડી વચ્ચે કરેલી માવઠાની આગાહી મુજબ આજે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને બપોર બાદ માવઠું થયું હતું. અમદાવાદના બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, વસ્ત્રાલ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં રોડ રસ્તા પણ પાણી દેખાયા હતા.

અમરેલી પંથકમાં પણ કમોસમી વરસાદ થયો છે. બગસરાના હામાપુર ગામે કરા સાથે કમોસમી વરસાદ  પડતા ચોમાસા જેવો માહોલ દેખાયો હતો. સમઢિયાળામાં વરસાદી ઝાપટું પડ્યું હતુ, જેને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

આણંદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડતાં તમાકુ, ડાંગર, બાજરી અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ છે. આણંદના નાવલી, નાપાડ, ખડોલ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી, જેને કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી  વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch