Thu,02 May 2024,3:42 am
Print
header

સુરતમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત- Gujarat Post

સુરતઃ રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. ગરમી વધવાની સાથે રાજ્યમાં કોઈકને કોઈ ખૂણેથી આવા સમાચાર સામે આવી રહ્યાં છે. ડાયમંડનગરી સુરતમાં 24 કલાકમાં ફરી હાર્ટએટેકથી મોતની બે ઘટના સામે આવી છે. જેમાં એક પુરુષ અને એક મહિલાનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.

છેલ્લા થોડા જ દિવસોમાં હાર્ટએટેકથી 12 જેટલા લોકોનાં મોત

સુરતના સચિન વિસ્તારમાં 27 વર્ષીય વિકાસ નામના યુવકનું હાર્ટએટેકને કારણે મોત થયું હતું. યુવક ઘરમાં જમવા બેઠો હતો ત્યારે તે અચાનક બેભાન થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાર્ટએટેકેની બીજી ઘટના પણ સુરતના સચિન વિસ્તારમાં બની હતી. સચિન વિસ્તારમાં કનકપુરામાં 43 વર્ષીય નયના રાઠોડનું હાર્ટએટેકને કારણે મોત થયું હતું. મહિલા ટીવી જોઇ રહી હતી ત્યારે તેને હાર્ટએટેક આવ્યો હતો. સચિન વિસ્તારમાં કનકપુરમાં રહેતી મહીલા ટીવી જોઈ રહી હતી ત્યારે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે ફરજ પરના હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ બંને વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબો બંનેને મૃત જાહેર કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch