Fri,26 April 2024,5:12 pm
Print
header

રાજકોટમાં મહિલા મિત્રએ પુરુષ મિત્રને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો- Gujarat Post

(ગંભીર રીતે દાઝી ગયેલો પુરુષ)

મહિલા અને ભોગ બનનાર પુરુષ સાથે રહેતા હતા

10 દિવસ પહેલા મહિલા પુરુષના ઘરેથી રોકડ રકમ અને ઘરેણાં લઈને ફરાર થઈ હતી

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાએ પુરુષ મિત્રને જીવતો સળગાવ્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલા પુરુષને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગઈકાલે પુરુષ મિત્ર જ્યારે પોતાની મહિલા મિત્રને મળવા ગયો ત્યારે મહિલાએ પોતાની પાસે રહેલું પેટ્રોલ છાંટીને આંગ ચાંપી દીધી હતી. મહિલા અને પુરુષ સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.ગંભીર રીતે દાઝી ગયેલા પુરૂષને સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

રાજેશ રામાણી નામની વ્યક્તિને ગીતા નામની મહિલાએ સળગાવ્યા છે. રાજેશ અને ગીતા બે મહિનાથી સાથે રહેતા હતા અને કડિયા કામ કરતા હતા. 10 દિવસ પહેલા ગીતા રાજેશના ઘરેથી રોકડા રૂપિયા અને સોનું લઇને ફરાર થઇ ગઇ હતી. ગત રાત્રે વાંકાનેર બાઉન્ડ્રી નજીક મળવા બોલાવ્યો હતો અને પેટ્રોલ છાંટી દીધું હોવાનું પુરુષે જણાવ્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch