Thu,02 May 2024,4:53 am
Print
header

વિરોધ છંતા રૂપાલા લડી લેવાના મૂડમાં...ક્ષત્રિયો એકજૂથ થઇને કરી રહ્યાં છે જોરદાર વિરોધ- Gujarat Post

હવે રૂપાલાનું શું થશે ? સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન ગઈકાલે રૂપાલા દિલ્હીથી પરત ફર્યાં હતા. તેમની બોડી લેંગ્વેજ પરથી તેઓ રાજકોટથી જ ચૂંટણી લડશે તેમ લાગી રહ્યું છે. બીજી તરફ વધી રહેલો વિરોધ જોતા રૂપાલાનું શું થશે તે સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન છે. પાનના ગલ્લાથી માંડી સોસાયટીના નાકે તમામ જગ્યાએ રૂપાલાની જ ચર્ચાઓ થઈ રહી છે.

રૂપાલાના વિરોધમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા પણ આવ્યાં છે. તેમણે કહ્યું, અમે ભાજપને એક જ વિનંતી કરી કે તેઓ રૂપાલાની રાજકોટથી ટિકિટ રદ કરે, પરંતુ લાગે છે કે ભાજપ અમારી વાતને સમજવા તૈયાર નથી. ભાજપને અમારી વિનંતીથી કોઈ ફેર પડતો નથી. એટલે બહુ વિનંતીઓ કરી લીધી. હવે ક્ષત્રિયોની ખુમારી બતાવવાનો વારો છે. નયનાબાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ હંમેશાથી ભાજપનો સમર્થક રહ્યો છે અને તેને હિન્દુત્વ મામલે પણ ઘણો ટેકો કર્યો છે છતાં આજે આ દિવસો જોવા પડી રહ્યાં છે. ભાજપ રાજપૂત સમુદાયના ફાળાની કદર કરી રહ્યો નથી.

ક્ષત્રિય સમાજના અગ્રણી પી. ટી. જાડેજાએ જણાવ્યું કે જો રૂપાલા ફોર્મ ભરશે તો મહાસંમેલન યોજવામાં આવશે. જો તેમની ટિકિટ ભાજપ રદ કરશે કે પોતે જ પોતાનું નામ પાછું ખેંચી લે, તો પછી મહાસંમેલન યોજાશે નહીં. ભાજપ હાઈકમાન્ડ રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવાના મતમાં નથી. ક્ષત્રિયોની માંગ સ્વીકારાય તેવી શક્યતા ઓછી છે ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

જો રૂપાલાની સીટ બદલવામાં આવે તો ગુજરાતમાં નવા રાજકીય સમીકરણો બનશે અને લોકસભાની ચૂંટણી પર પણ અસર પડી શકે છે. આ કારણોસર ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ નેતાઓને કઇં નવાજૂની ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે. વર્તમાન રાજકીય સ્થિતીને જોતાં ભાજપ હાઈકમાન્ડ કોઈ ફેરફાર કરવાની તરફેણમાં નથી. ભાજપને આશા છેકે, ડેમેજકંટ્રોલ થઇ જશે. સામે ક્ષત્રિય મહિલાઓ રૂપાલાનો જોરદાર વિરોધ કરી રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch