Fri,17 May 2024,9:45 pm
Print
header

ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post

અમારું લક્ષ્ય રૂપાલા અને રૂપાલાને છાવરનાર ભાજપ વિરુધ્ધ પ્રચંડ મતદાન કરાવવું અને તેના પર 7 મે સુધી વળગી જ રહીશુઃ ક્ષત્રિય કોર કમિટી

અમદાવાદઃ ભાજપના કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન-બેટીઓનું અપમાન કર્યાં બાદ ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા હાલ ક્ષત્રિય આંદોલનનું પાર્ટ-2 ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજના સંમેલ થઈ રહ્યાં છે અને ધર્મ રથ કાઢવામાં આવી રહ્યાં છે.

ક્ષત્રિયોની કોર કમિટિના અગ્રણીઓ રમજુભા તથા પી.ટી.જાડેજાએ જણાવ્યું કે અમે કોઈ પણ રીતે આંદોલનને ઢીલું મુકીશું નહીં. અમારા સમાજમાં કોઈ પણ ફાંટા નથી, તમામ મક્કમ છે, અડીખમ છે. અમારી દિશા એ જ રહેશે પરંતુ, હાલ જે કેટલીક ઘટનાઓ બની છે તેના પગલે રણનીતિ થોડી બદલીશું પણ નિશાન ઉપર તો રૂપાલા-ભાજપ જ રહેશે. આ મતદાન ભાજપ વિરુદ્ધ હશે પણ તે માટે અમારી બેઠકોમાં અમે કોંગ્રેસ કે કોઈ વિપક્ષને મંચ પર સ્થાન આપતા નથી.

અંદાજે 40 દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે અને હવે આ આંદોલન અંતિમ તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે કેટલાક ક્ષત્રિય નેતાઓના વિરોધાભાસી નિવેદનો, અન્ય રાજકીય નેતાઓની ટીપ્પણીના વાયરલ વીડિયો પર કોર કમિટિના અગ્રણીઓએ જણાવ્યું કે અમારું આંદોલન અસરકારક અને સફળ થશે એટલે ક્ષત્રિય સમાજના રોષને અન્ય દિશામાં વાળવાના અને ફાંટા પાડવાના પ્રયાસો થઇ રહ્યાં છે જેથી અમે પણ તેની સામે રણનીતિ બનાવી છે, કોઇ પણ ભોગે અમે હાર નથી માનવાના.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch