Fri,26 April 2024,2:42 pm
Print
header

દક્ષિણ ગુજરાત બાદ રાજકોટ શહેરમાં વરસ્યો વરસાદ- Gujarat post

બુધવાર અને ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

2 દિવસ બાદ રાજ્યમાં પુનઃ ગરમીનો પારો વધશે

રાજકોટઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ત્રણ જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ, દાહોદ અને વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. ભારે બફારા બાદ વરસાદ થયો છે. રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ, યુનિવર્સિટી રોડ,150 ફૂટ રીંગ રોડ પર વરસાદી ઝાપટા પડ્યા છે.  દાહોદમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. ધાનપુરા અને દેવગઢ બારીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો  છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી પ્રસરી ગઇ છે. સતત ત્રીજા દિવસે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યાં છે. લુણાવાડા, સંતરામપુર,બાલાસિનોર,વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ છે. ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે.

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે.  બુધવાર અને ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.રાજસ્થાનમાં સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમને કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પારો ફરીથી વધશે.  મહત્તમ તાપમાનમાં 1થી2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch