Fri,26 April 2024,6:10 pm
Print
header

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકાઓમાં વરસાદ- Gujarat post

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ 

રાજ્યના 11 તાલુકાઓમાં 1 થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો

જૂનાગઢઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના  84 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.  જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓમાં 1 થી 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.  

અમરેલી જિલ્લામાં સતત 10 દિવસથી મેઘમહેર છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલાના છાપરી, લીખાળા, ડેડકડી સહિતના ગામોમાં ધીમીધારે  વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશી છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી  છે.

રાજ્યમા 4-5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. નવસારી, સુરત, દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સિઝનનો 23 એમએમ વરસાદ પડ્યો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch