Fri,26 April 2024,10:54 am
Print
header

રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost

અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 

ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે.બુધવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. આવતીકાલે એટલે કે બુધવારે  જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબદંર, રાજકોટ, અમરેલી, ડાંગ,  નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. સુરત, તાપી, વડોદરા, આણંદ, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. વલસાડ, દમણ અને દાદરા નગર-હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch