Fri,26 April 2024,11:30 am
Print
header

છેડતીનો કેસ, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને મળ્યાં વચગાળાના જામીન- Gujarat Post

ગાંધીનગરઃ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને વચગાળાના જામીન મળ્યાં છે.આબુ રોડ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં ગજેન્દ્રસિંહને વચગાળાના જામીન મળ્યા છે.ઉપરાંત સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલને પણ વચગાળાના જામીન મળ્યાં છે. 

થોડા દિવસો પહેલા ગજેન્દ્રસિહ સહિત બે લોકો સામે સગીરાએ છેડતીની ફરિયાદ કરી દાખલ કરી હતી.અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ નવેમ્બર 2020માં જેસલમેર ફરવા જતા હતા, ત્યારે ગજેન્દ્રસિંહ પરમારે મહિલાની સગીર પુત્રીની છેડતી કરી હતી. જેથી સગીરા રડવા લાગી હતી, અને તેની માતાને કહ્યું હતુે કે હું કારમાં બેઠેલા લોક સાથે ક્યાંય જવા માંગતી નથી. તેની છેડતી કરવામાં આવી હતી.

આ ઘટના બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જેને લઈ મે, 2022માં ગજેન્દ્રસિંહ વિરુદ્ધ આબુ રોડ પોલીસ સ્ટેશનમાં માતાએ પુત્રીની છેડતીની ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં સિરોડી કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. કોર્ટના આદેશ અનુસાર આબુ રોડ તળેટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન મહેશ અમીચંદભાઈ પટેલ સામે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ ઘટના અંગે મહિલાએ અમદાવાદમાં પણ ફરિયાદ કરી હતી પરંતુ નેતા સામે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલે મહિલાને ધમકાવી હતી કે આબુ રોડની ઘટના અંગે તું કે તારી દીકરી કોઈ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch