Sat,20 April 2024,3:25 pm
Print
header

ભગવાન રામ વિરોધી કોંગ્રેસને રામ ભક્તો આપશે જવાબ, પ્રદીપસિંહ વાઘેલા- Gujarat Post News

( વરાછા બેઠકના ભાજપના ઉમેદવાર કાનાણી સાથે પ્રદીપસિંહ)

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને લઈને હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મતદાનનો સમય નજીક આવી રહ્યો છે તેમ રાજકીય પક્ષો દ્વારા ખેંચતાણ કરાઇ રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી રામ વિરોધી હોવાના આરોપ સાથે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી છે કે આ કોંગ્રેસીઓને ફરીથી સબક શિખવી દો. તેમને વિક્રમ માડમની સભાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે શ્રીરામ ભક્તો તેનો જડબાતોડ જવાબ આપશે.

પ્રદીપસિંહ વાઘેલાએ એક ટ્વિટ કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. આ ટ્વિટમાં કોંગ્રેસ રામવિરોધી હોવાનું જણાવ્યું છે અને શ્રીરામ ભક્તો તેનો જડબાતોડ જવાબ આપશે. વિક્રમ માડમની સભાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. પ્રદીપસિંહ વાઘેલાના ટ્વિટ બાદ આ વિવાદ વકરી શકે છે.

કોંગ્રેસે દ્વારકાની ખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને ટિકીટ આપી છે. પ્રદીપસિંહ વાઘેલાએ જે વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે, તેમાં માંડમની સભામાં ભગવાન રામ વિરોધી વાત કરાઇ હતી, જ્યારે અહીં મોટી સંખ્યાનાં હિન્દુઓ ઉપસ્થિત હતા.

ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે મત ગણતરી થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch