Sat,27 April 2024,3:10 am
Print
header

મોદીએ લાગણીશીલ બનીને માંગ્યા મત, મહેસાણાના વડીલોના આશીર્વાદથી તમારા આ દિકરાની કાર્યક્ષમતા વધશે- Gujarat Post News

મોદીનો પાટીદારોના વિસ્તાર મહેસાણામાં પ્રચાર

મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. પીએમ મોદી, અમિત શાહ, જે પી નડ્ડા સહિતના નેતાઓ ગુજરાતને ખૂંદી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ મહેસાણામાં એક જનસભા સંબોધી હતી. મોદીએ સંબોધનમાં કહ્યું, આજે મારા ઘરે આવ્યો છું, મારા ગામમાં આવ્યો છું અને મારા પરિવારજનો વચ્ચે આવ્યો છું, તમે ભાજપને ચૂંટણી જીતાડવાનું નક્કી કરી જ દીધું છે, ત્યારે જૂના બધા જ રેકોર્ડ તૂટી જાય અને વધુમાં વધુ મતદાન થાય તેનું ધ્યાન રાખજો. મહેસાણાના ગામેગામ ભાજપની જીત નક્કી છે. મહેસાણા જિલ્લાના વડીલોના આશીર્વાદથી મહેસાણાના આ દિકરાની કાર્યક્ષમતામાં વધારો થશે.

ભાજપના રાજમાં થયો વિકાસ, અનેેક કોલેજો બનીઃ મોદી 

મહેસાણામાં આજે 11 ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજો છે અને 12 જેટલી ડિપ્લોમા એન્જિનીયરીંગ કોલેજો છે. ગુજરાતમાં 12 લાખ બહેનો પશુપાલન સાથે જોડાયેલી છે. એ બહેનોના સશક્તિકરણ માટે આપણે નક્કી કર્યું હતુ કે, ડેરીમાંથી જે બિલ ચૂકવાશે એ પૈસા સીધા બહેનોના ખાતામાં જશે અને તેમ જ થઇ રહ્યું છે. મહેસાણામાં પણ પશુપાલન ઉદ્યોગ મોટા પાયે છે.

આ નરેન્દ્ર, ભૂપેન્દ્રની સરકારે પશુઓની પણ એટલી જ ચિંતા કરી છે. 14000 કરોડ રુપિયાનું બજેટ ખર્ચીને પશુઓને મફત રસીનું અભિયાન દેશભરમાં ચલાવ્યું છે. મોદીએ કહ્યું, મહેસાણાની માટીએ મને મોટો કર્યો છે એટલે હું તમામ કાર્ય કરી શકું છું. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે ન તો ભૂપેન્દ્ર લડે છે. આ વખતની ચૂંટણી ગુજરાતની જનતા લડે છે.બધે એક જ નારો ગુંજે છે, ફિરસે એકબાર મોદી સરકાર.

મહેસાણા જિલ્લા ભાજપના તમામ ઉમેદવારો પીએમ સાથે મંચ પર હાજર રહ્યાં હતા. નીતિન પટેલ સહિતના તમામ નેતાઓએ પીએમ મોદીને આવકાર્યાં હતા, ત્યારે મોદીને જોવા માટે પણ મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યાંં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch